તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
રાજયના હવામાનમાં પલટો આવશે :વાદળો છવાશે : અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા
બે દિવસ બાદ ઠંડા પવનો ફૂંકાવવાની સંભાવના : હવામાનની વિપરિત અસરથી કૃષિ પાકોમાં રોગ આવી શકે

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીથી રાહત મળી શકે છે. રાજ્યમાં 22 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં 22, 23 અને 24 તારીખે વાદળો છવાય તેવી સંભાવના છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવવાની સંભાવના છે. હવામાનની વિપરિત અસરથી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, મોરબી, પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, કચ્છ, મહીસાગર, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
