<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

મસ્‍જીદ પરથી લાઉડ સ્‍પીકર અંતે હટાવાયા

દર્દીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં એસપી જયદીપસિંહ જાડેજા ટીમની કાર્યવાહી

રાજકોટ, તા., ૨૨ : મહીસાગર જિલ્લાના લુણવાડામાં આવેલ મસ્‍જિદ પર લાગેલા અડધો ડઝન લાઉડ સ્‍પિકર પોલિસે અંતે  હિંમતપૂર્વક હટાવતા લોકો પોલીસ કામગીરી પર આફ્રિન પોકારી અભિનંદન આપ્‍યા હતા.    

મહીસાગર જિલ્લાના લુણવાડામા મસ્‍જિદ પર લાગેલ માઇકનાં અવાજને કારણે આસપાસની સ્‍કૂલ, હોસ્‍પિટલ દ્વારા પોલીસ પાસે ફરિયાદનો ઢગલો થયેલ.                  

  ધાર્મિક બાબત હોય અનુભવી જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા  દ્વારા આ બાબતે સંબંધક સાથે બેઠક પણ કરી હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. આમ છતાં આ મામલે વિલંબ થતો હતો અને બીજી તરફ વિવિધ સ્‍કૂલ, વાલીઓ સહિતના લોકો દ્વારા પોલીસ સમક્ષ વારંવાર રજૂઆતો થતી હોવાથી પોલિસે આખરે દર્દીઓ અને વિદ્યાર્થીઓનાં હિતમાં મસ્‍જિદ પર રહેલ માઇક હટાવ્‍યા હતા.

(3:39 PM IST)