તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
NAMTECH દ્વારા દીક્ષાંત સમારોહ સાથે MET એકસ્પોઃ ડીજીટલ ટેકનોલોજી પ્રદર્શિત પ૩ વિદ્યાર્થીઓને અનુસ્નાતક પ્રમાણપત્રો કરાયા એનાયત

ગાંધીનગર તા.રરઃ AM/NS ઇન્ડિયા કંપનીની શૈક્ષણિક પહેલ, NAMTECH (ન્યુ એજ મેકર્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી) દ્વારા તેના ઇન્ટરનેશનલ -ોફેશનલ માસ્ટર્સ પ્રોગ્રામ (iPMP) - સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ક્લાસ ૨૦૨૪ ના પ્રથમ ગ્રૅજ્યુએશન સમારોહનું આયોજન મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે -થમ મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી (MET) એક્સ્પો પણ યોજાયો હતો, જેમાં નવીન અને અદ્યતન ડિજિટલ ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંસ્થાના -થમ દીક્ષાંત સમારંભ દરમિયાન ૫૩ વિદ્યાર્થીઓને અનુતાાતક પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતા.
આ સીમાચિホરૂપ કાર્યક્રમમાં NAMTECH ની આધુનિક શિક્ષણશાષા, ડિજિટલ ટેકનોલોજી અને અત્યાધુનિક શૈક્ષણિક પ્રથાઓમાં અગ્રણી-ગતિઓ દર્શાવવામાં આવી હતી. મુખ્ય આકર્ષણમાં ઇન્ડસ્ટ્રી ૪.૦ નો એક વ્યાપક અનુભવ શામેલ હતો, જેમાં રોબોટિક્સ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ અને સંબંધિત ટેકનોલોજીઓ તેમજ શિક્ષણમાં વિસ્તળત વાસ્તવિકતા (XR) એકીકરણનું -દર્શન શામેલ હતું.
ગ્રૅજ્યુએશન સમારોહ અને MET એક્સપોમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભારતના મંગલયાન મિશનના શિલ્પી ડો. કે. રાધાકળષ્ણન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત હાલમાં નીતિ આયોગના પ્રતિષ્ઠિત ફેલો તેમજ ઇન્ટેલ દક્ષિણ એશિયાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અને એમડી અને NASSCOM ના ભૂતપૂર્વ -મુખ સુશ્રી દેબજાની ઘોષ અને અણુ ઊર્જા વિભાગ (DAE) ના પ્રતિષ્ઠિત હોમી ભાભા ચેર પ્રોફેસર ડૉ. કે. એન. વ્યાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગ્રૅજ્યુએશન દિવસની શરૂઆત ડીન, મુખ્ય મહેમાન, સન્માનિત મહેમાનો, બોર્ડ સભ્યો અને અન્ય વરિષ્ઠ ફેકલ્ટી સભ્યોની આગેવાની હેઠળ એક શોભાયાત્રા સાથે થઈ હતી.
NAMTECH ના દૂરંદેશી અભિગમ પર પ્રકાશ પાડતા ડો. કે. રાધાકળષ્ણને કહ્યું કે, આજનો આ દિવસ એક ઉમદા અભિગમ, અતૂટ દ્રઢતા અને અડગ સમર્પણની ફળશ્રુતિ છે. મેન્યૂફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ ક્ષેત્રો માટે ઉચ્ચ સ્તરીય કૌશલ્ય નિર્માણ પર NAMTECHનું ફોકસ, ખરેખર પ્રશંસનીય છે. ભાવી પેઢી આ પ્રભાવશાળી પહેલ અને તેના સંસ્થાકીય મોડેલને સ્વીકારશે, જે ભારત અને વિશ્વ માટે ભવિષ્ય માટે જરૂરી હાઇ-ટેક વર્કફોર્સ લાવશે.
સંસ્થાના -થમ દીક્ષાંત સમારોહ વિશે NAMTECH ના ડાયરેક્ટર જનરલ અરુણકુમાર પિલ્લાઈએ કહ્યું હતું કે, આ ફક્ત વ્યક્તિગત સફળતાઓની ઉજવણી માટેનો સમારંભ નથી, પરંતુ અમારી સંસ્થાના ઇતિહાસમાં એક સ્મારક -કરણ છે. ૨૦૨૪ સિદ્ધિઓ, ઉપયોગ જાણકારી સાથે ક્ઇંક નવું શીખવાનું વર્ષ રહ્યું છે. અમે ઉત્કળષ્ટતા સાથે અસર મોડેલના દરેક તત્વનો પ્રયોગ કર્યો અને તેનું નિર્માણ પણ કર્યું. તેના મૂળમાં અમારી ૪ ઇનોવેશન સ્કૂલો (૧) સ્કૂલ ઓફ મેન્યુફેક્ચરિંગ ટેક્રોલોજીસ (૨) સ્કૂલ ઓફ મેન્યુફેક્ચરિંગ ડિઝાઇન અને AI (૩) સ્કૂલ ઓફ સસ્ટેનેબિલિટી અને (૪) સ્કૂલ ઓફ રોબોટિક્સ દ્વારા સંચાલિત શ્રેષ્ઠતા છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
