News of Wednesday, 22nd January 2025
રાજયમાં કપાસનો ઉંચો ભાવ બાબરામાં 1565 રૂપિયા સુધી બોલાયો:જાણો અન્ય 53 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 53 માર્કેટ યાર્ડમાં કુલ 6,522.46 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 53 માર્કેટ યાર્ડમાં કુલ 6,522.46 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બાબરા માર્કેટ યાર્ડમા 1565 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1526 રૂ. અને નીચો ભાવ 1310 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1540 રૂ., માણાવદરમાં 1535 રૂ., રાજુલામાં 1528 રૂ., રાજપીપળામાં 1525 રૂ., સિદ્ધપુરમાં 1515 રૂ., ગોંડલમાં 1481 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,522.46 ટન કપાસની આવક થઇ છે.



(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
