<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4931 રૂપિયા બોલાયો: જાણો અન્ય 24 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 944.15 ટન જીરાની આવક થઇ :જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 24 માર્કેટિંગ યાર્ડમાં કુલ 944.15 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4931 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3650 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4461 રૂ., અમરેલીમાં 4375 રુ., મોરબીમાં 4358 રૂ., જામનગરમાં 4350 રૂ., રાજકોટમાં 4300 રૂ., વાવમાં 4281 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 944.15 ટન આવક થઇ છે.

(7:18 PM IST)