તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
રાજયમાં મગફળીનો ઉંચો ભાવ બોટાદમાં 1395 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 34 યાર્ડના ભાવ
ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 1,887.47 ટન મગફળીની આવક: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 34 માર્કેટ યાર્ડમાં કુલ 1,887.47 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમા 1395 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1230 રૂ. અને નીચો ભાવ 930 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1368 રૂ., તલોદમાં 1360 રૂ., બાયડમાં 1356 રૂ., મોડાસામાં 1305 રૂ., ગોંડલમાં 1226 રૂ., ભાવનગરમાં 1218 રૂ., ધાનેરામાં 1200 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,887.47 ટન મગફળીની આવક થઇ છે.


(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
