તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
સાબરકાંઠામાં પતંજલિ ગાયના ઘીનાં નમૂના સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવતાં અધિક કલેકટરે દંડ ફટકાર્યો
અધિક કલેક્ટર દ્વારા 2.80 લાખનો દંડ ફટકાર્યો: તલોદમાં આવેલ ખાનગી સુપર માર્કેટમાંથી ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા

સાબરકાંઠામાં પતંજલિ ગાયના ઘીનાં નમૂના સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવતાં અધિક કલેકટરે દંડ ફટકાર્યો છે. અધિક કલેક્ટર દ્વારા 2.80 લાખનો દંડ ફટકાર્યો છે.
તલોદમાં આવેલ ખાનગી સુપર માર્કેટમાંથી ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા. એક વર્ષ અગાઉ પતંજલિ ગાય ઘીના સેમ્પલ લઈ પરીક્ષણમાં મોકલાયા હતા. સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ હોવાનો રિપોર્ટ સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે. સુપર માર્કેટના સંચાલક, માલિક, વિક્રેતા અને ઘી સપ્લાયર, પતંજલિ ઘી ઉત્પાદક સહિત 13 જણાં સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
