તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
મહીસાગર જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત રાણા અને તેના ભાઈ પર હુમલા મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ
પોલીસે 10 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ :છોકરી ભગાડી જવામાં હાથ છે તેમ કહીને ભાજપ યુવા મોરચા પ્રમુખ પર ટુકડી બનાવી કરાયો હતો હુમલો

ભાજપ યુવા મોરચા પ્રમુખ પર હુમલા મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહીસાગર પોલીસે 10 શખ્શો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલ મહીસાગર જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત રાણા તેમજ તેના ભાઈ આકાશ રાણા પર કેટલાક ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપ યુવા નેતા પર થયેલા હુમલા બાદ ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના નેતાઓ તેની ખબર લેવા કોટેજ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસે 10 લોકો વિરૂદ્ધ નોંધી પોલીસ ફરિયાદ છે. છોકરી ભગાડી જવામાં હાથ છે તેમ કહીને ભાજપ યુવા મોરચા પ્રમુખ પર ટુકડી બનાવી હુમલો કરાયો હતો
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
