<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસના 3825 જવાનો-અધિકારીઓનો ખડકાશે કાફલો

કોન્સર્ટ દરમ્યાન એનએસજી ની 1 ટીમ પણ બંદોબસ્તમા જોડાશે. ક્યુઆરટીની 3 ટીમ, એસડીઆરએફ ની ૧ ટીમ, બીડીડીએસની 10 ટીમ, ફાયરની ટીમ તૈનાત રહેશે

અમદાવાદ : આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. જેની સુરક્ષા માટે પોલીસ વિભાગ સતર્ક થઈ ગયો છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓ મળી કુલ 3825 સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં 270 સીસીટીવીના મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવાયો છે. કોન્સર્ટ દરમ્યાન એનએસજી ની 1 ટીમ પણ બંદોબસ્તમા જોડાશે. ક્યુઆરટીની 3 ટીમ, એસડીઆરએફ ની ૧ ટીમ, બીડીડીએસની 10 ટીમ, ફાયરની ટીમ રાખવામાં આવી છે. 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સ રહેશે. 3 બેડની 7 મિનિ હોસ્પિટલ બનાવવામાં આવશે.


 

(8:10 PM IST)