તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
પાટડીમાં ગટરમાં ઉતરેલા બે કામદારનાં ગેસ ગળતરથી મોત
પાટડીમાં સફાઈ કામ સાથે જોડાયેલા બે કામદારને ભૂગર્ભ ગટરમાં સફાઈ કામ માટે ઉતારવામાં આવ્યા હતા

સુરેન્દ્રનગર,તા.૨૨
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી શહેરમાં આજે સવારે ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન બે કામદારના ગેસ ગળતરને કારણે મોત થતાં હંગામો મચી ગયો છે. પાટડીમાં સફાઈ કામ સાથે જોડાયેલા બે કામદારને ભૂગર્ભ ગટરમાં સફાઈ કામ માટે ઉતારવામાં આવ્યા હતા. જોકે આ સમયે તેમને સલામતીના પૂરતા સાધનો આપવામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગટરમાં ઝેરી ગેસ ગળતર થતું હોવાથી બંનેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને બેભાન થવા લાગ્યા હતા. આ જોઈને અન્ય લોકોએ તેને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ નાકામ રહ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું અને તેમના મોત થયા હતા. મૃત્યુ પામેલા યુવકોના નામ જયેશ પાટડિયા અને ચિરાગ પાટડિયા હોવાનું સામે આવ્યું છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
