તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
રાજપીપળા જુની કોર્ટ બિલ્ડીગની યોગ્ય જાળવણી રાખવા નર્મદા બાર એસો.ની કલેક્ટરને રજૂઆત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા ખાતે આવેલી જુની કોર્ટ બિલ્ડીગ બંધ કરી નવી બિલ્ડિંગ બનાવવામાં આવી અને જૂની બિલ્ડિંગ સાથે ઘણી યાદો જોડાયેલી હોય આં બિલ્ડિંગની યોગ્ય સાર સંભાળ, જાળવણી રાખવા નર્મદા બાર એસોસિયેશન દ્વારા કલેકટર નર્મદા, માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરવામાં આવી છે.
નર્મદા જીલ્લા બાર એસોસીયેશન પ્રમુખ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે રાજપીપળા ખાતે આવેલી જુની કોર્ટ બિલ્ડિંગની જગ્યા એવી છે કે જયા મોટા ભાગના વકીલોએ પોતાની કાર્યકીદીની શરૂઆત કરી છે.અને ઘણા વર્ષો સુધી આં બીલ્ડીગમાં ઘણા તડકા છાયડા જોયા છે. ટુંકમાં કહીએ તો કોર્ટ બિલ્ડીગ સાથે અમારી લાગણીઓ જોડાયેલી છે.સને 2022 માં અમારી નવી કોર્ટ બીલ્ડીંગનું ઉદઘાટન થતા અમોએ 2022 ના નવેમ્બર માસમાં જૂની કોર્ટ બિલ્ડીંગ છોડી આ કોર્ટનો કબજો આર.એન.બી વિભાગને સોપી દેવામાં આવ્યો છે.
હાલમાં જુની કોર્ટ બિલ્ડીંગની હાલત ખુબજ દયનીય થવા પામેલ છે આ બિલ્ડીગમાં કોઈ પણ જાતની સાફ સફાઇ કે મેન્ટેન્સ થઇ રહ્યું નથી. આ બિલ્ડીંગ જયારે અમોએ છોડી ત્યારે સારી રીતે અને સુવ્યવસ્થીત હાલતમાં હતી.અને હાલમાં જો કાળજી રાખવામાં આવે તો આ જૂની બિલ્ડીંગ ચાલુ અવસ્થામાં જ છે જેથી અમો નર્મદા જીલ્લા બાર એસોસીયેશનની દ્વારા આ બિલ્ડીંગની યોગ્ય જાળવણી થાય તે રીતની વ્યવસ્થા કરવામાં તેવી બાર એસસિયેશન દ્વારા રજુઆત કરવામાં આવી છે.
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
