News of Wednesday, 22nd January 2025
અયોધ્યામાં નિર્માણ થયેલ શ્રી રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થતા રાજપીપળામાં ધાર્મિક કાર્યક્રમ કરાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:અયોધ્યામાં ભગવાન શ્રીરામના મૂળ જન્મ સ્થાન પર નિર્માણ થયેલા રામ મંદિરને તારીખ 22 જાન્યુઆરીએ એક વર્ષ પૂરું થતાં રાજપીપળા ખાતે હિન્દુ સંઘટનો દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
જોકે તારીખ પ્રમાણે આજે એક વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં હિન્દુ સંગઠનો એ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામા હિન્દુ આગેવાનો અને લોકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં સવારે 6:00 કલાકે પ્રભાત ફેરી શ્રી વિઠ્ઠલનાથ જી મંદિર થી નીકળી સોનીવાડ વિસ્તારમાં ફરીને શ્રી વિશ્વેસર મહાદેવ, નવદુર્ગા સ્કૂલ સામે રાજપીપળા સુધી રામ ધૂન સાથે ફરી હતી ત્યારબાદ સાંજે 7:30 કલાકે શ્રી વિઠ્ઠલનાથ જી મંદિરના પ્રાંગણમાં શ્રી રામ ભગવાનની ધૂન, હનુમાન ચાલીસા આરતી અને મહા પ્રસાદીના આ ધાર્મિક કાર્ય માં દરેક રામ ભક્તો તન મન ધનથી સહભાગી થયા હતા.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
