તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
તંત્રની રહેમ નજર હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર ફરતાં ખાનગી પેસેન્જર વાહનો જોખમી
ગરૂડેશ્વર બજારમાં છકડામાંથી બે મહિલાઓ પડી જતાં એકનું મોત એકને ઇજા, છકડા ચાલક નાશી છૂટ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં આડેધડ ફરતાં ખાનગી પેસેન્જર વાહનો મુસાફરો માટે જોખમી છે છતાં એસટી બસોની ઓછી વ્યવસ્થાના કારણે જીવના જોખમે લોકો ખાનગી વાહનોમાં બેસવા મજબૂર બને છે જેમાં ગઈકાલે ગરુડેશ્વર માં છકડામાંથી બે મહિલાઓ પડી હતા એક એ જીવ ગુમાવ્યો હતો
મળતી માહિતી અનુસાર ગીતાબેન વા/ઓ રમેશભાઇ મનસુખભાઇ તડવી( રહે.સમારીયા, નિશાળ ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓએ પોલીસ ફરિયાદ માં જણાવ્યા મુજબ એક અજાણ્યા છકડાના ચાલકે પોતાના કબ્જા નો છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ગરૂડેશ્વર મેઇન બજારમાં આવેલ લક્ષ્મિ એલ્યુમિનિયમ એન્ડ ગ્લાસની દુકાન નજીક છકડામા બેઠેલ પેસેન્જમાં ગીતાબેન રમેશભાઇ મનસુખભાઇ તડવી તથા પાચીબેન કનુભાઇ મથુરભાઇ તડવીનાઓને છકડામાંથી રોડ ઉપર પાડી દેતા ગીતાબેનને ડાબા પગમા તથા ડાબા હાથની કોણીમાં સામાન્ય ઇજા થઇ છે જ્યારે પાંચીબેન કનુભાઇ તડવી ને માથામાં અંદરના ભાગે તથા શરીર ઉપર ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી છકડા વાળો નાશી જઇ ગુનો કરતા એકતાનગર પોલીસે અજાણ્યા છકડાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
