તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
સુરતના ઉમરપાડા તાલુકામાં યુવકે ખેતરના શેઢા ઉપર ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું
ત્રણેક મહિના પહેલા પિતાનું મોત થવાથી ઘર અને ખેતીની જવાબદારી પુત્રના માથે આવી પડી:ખેતી આવડતી ના હોવાથી પુત્ર માનસિક તણાવમાં રહેતો હતો

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 34 વર્ષીય યુવકે ખેતરના શેઢા ઉપર ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના પિતાનું 3 મહિના પહેલા અવસાન થયું હતું જે બાદ ખેતી કરવાની અને ઘરની જવાબદારી પણ યુવકના માથે આવી ગઈ હતી દરમ્યાન હતાશ થઈને યુવકે આ પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો
આ અંગે મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચિમીપાતલ ગામે આવેલા નિશાળ ફળિયામાં રહેતા 34 વર્ષીય બિપીનભાઈ રમણભાઈ વસાવાએ ખેતરના શેઢા પર ઝાડ સાથે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
