<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

રાજસ્થાનના કોટામાં NEET પરીક્ષાની તૈયારી કરતી અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત

કોટાના જવાહર નગર થાના વિસ્તારમાં અમદાવાદની વિદ્યાર્થીનીએ ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું

રાજસ્થાનના કોટામાં બુધવારે અમદાવાદની એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, કોટાના જવાહર નગર થાના વિસ્તારમાં અમદાવાદની વિદ્યાર્થીનીએ ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું છે.

ગુજરાતના અમદાવાદની રહેવાસી, વિદ્યાર્થીની અફશા શેખ, 6 મહિના પહેલા કોટા આવી હતી. તે રાજીવ નગર વિસ્તારમાં આવેલી એક હોસ્ટેલમાં રહીને NEET પરીક્ષાની તૈયારી કરી રહી હતી. બુધવારના રોજ તેના રૂમમાં પંખા સાથે લટકેલો તેના મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

કોટામાં બુધવારે એક અન્ય વિદ્યાર્થીએ પણ આત્મહત્યા કરી હતી. આ વર્ષમાં આત્મહત્યાનો આ છઠ્ઠો કેસ છે. માત્ર જાન્યુઆરીના 22 દિવસોમાં જ કોટામાં 6 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. નોંધનીય છે કે બુધવારથી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE મેઈન્સ પરીક્ષા શરૂ થઈ છે, જે ત્રણ દિવસ સુધી ચાલશે. આ પરીક્ષાના પહેલા જ દિવસે કોટામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.

(12:47 PM IST)