News of Thursday, 23rd January 2025
અમદાવાદમાં આધ્યાત્મિક મેળાનું અમિતભાઈ શાહ હસ્તે ઉદ્ધઘાટન :16થી વધું મંદિરોની પ્રતિકૃતિઓ તૈયાર કરાઈ
કુંભમાં નથી જઇ શક્યા તેવા લોકો માટે અહીંથી જ કુંભમાં હાજર હોય તેમ વીઆર ટેક્નોલોજીની મદદથી અનુભૂતિ થશે.

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં આજથી શરૂ થનારા હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો સેવા, સમરસતા, અધ્યાત્મ વિજ્ઞાનના આધારે જોવા મળશે. 40 થી વધુ લોકોની ટીમ વિજ્ઞાન આધારિત દ્રશ્ય, શ્રાવ્ય અને 3D એનિમેશન પર વિવિધ ધાર્મિક સ્થળોની અનુભૂતિ કરાવશે. જે લોકો કુંભમાં નથી જઇ શક્યા તેવા લોકો માટે અહીંથી જ કુંભમાં હાજર હોય તેમ વીઆર ટેક્નોલોજીની મદદથી અનુભૂતિ થશે. આ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે.
જે માટે એક ટીમ કુંભ ખાતે શાહી સ્નાનની સાથે ત્યાંના તમામ મુવમેન્ટ અને અવાજને કેપ્ચર કરી છે. જે ટેક્નોલોજીની મદદથી ડિવાઈસમાં લગાવાશે જેમાં ત્યાંના અવાજનો પણ અહેસાસ થશે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે. રામાયણના પણ 3D એનિમેશનથી દર્શન કરાવાશે.
પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી છે જેમાં
- રામ મંદિર, અયોધ્યા
- સંતરામ મંદિર, નડિયાદ
- દાદા ભગવાન મંદિર, અડાલજ
- સૌરાષ્ટ્ર નિમ્બાર્ક ધામ મોટા મંદિર, લીંબડી
- કૃષ્ણ પ્રણામી સંપ્રદાય મંદિર, જામનગર
- ગુરુદ્વારા, થલતેજ
- રણછોડ મંદિર, ડાકોર
- વિશ્વ ઉમિયાધામ, ગાંધીનગર
- અષ્ઠ પદકૈલાસ જૈનમંદિર, માનસરોવર
- જૈન શંખેશ્વર મંદિર, બહુચરાજી
- મગરવાળા જૈન મંદિર, પાલનપુર
- બાબા રામદેવ મંદિર, રામદેવરા (રાજસ્થાન)
- સંતકેવલ મંદિર, સારસા
- સતાધાર મંદિર, જૂનાગઢ (ચાની સેવા)
- શામળાજી વિષ્ણુ મંદિર, શામળાજી
- સદાશિવ આશ્રમ, મોટેરા.
આ મંદિરોનાં લાઈવ દર્શનનું આયોજન
- અંબાજી મંદિર
- સોમનાથ મંદિર, સોમનાથ
- શબરી માલા, કેરાલા
- મહાકાળી મંદિર, પાવાગઢ
- જગન્નાથ મંદિર, અમદાવાદ
- કાલુપુર સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ
- સ્વામિનારાયણ મંદિર, વડતાલ
- સિદ્ધિવિનાયક મંદિર, મહેમદાવાદ
- હનુમાન મંદિર, સાળંગપુર
- જૈન તીર્થ,પાલીતાણા
- કલ્કિ તીર્થધામ પ્રેરણાપીઠ, પીરાણા
આયોજકે જણાવ્યું કે, આ મેળામાં સૌ પ્રથમવાર આ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. SO VR ડિવાઈસની મદદથી એક જ સમયમાં 80 લોકો એક સાથે કુંભના દર્શનનો લાભ લઈ શકશે. સામાન્ય સ્ક્રીનમાં ટુ-ડીમાં દેશ્ય જોઈ શકાય છે, પરંતુ VRમાં 360 ડિગ્રી એન્ગલમાં કુંભ સ્નાનની અનુભૂતિ કરી શકશે. મેળાને ધાર્મિક રીતે સજાગ કરવા માટે 2 હજારથી વધુ દીકરીઓનું પૂજન કરવામાં આવશે, આ કાર્યક્રમમાં દિવ્યાંગ દીકરીઓનું પણ પૂજન થશે સાથે 250 સંસ્થાના સ્ટોલ મુકાયા છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
