News of Thursday, 23rd January 2025
સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ પ્રવેશ પરીક્ષા દ્વારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ

અમદાવાદઃ સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) (એસઆઇયુ) સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ (સેટ) અને એસઆઇટી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ (એસઆઇટીઇઇ) ૨૦૨૫ દ્વારા તેના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજીઓ મંગાવી રહી છે. અરજદારો ૧૨ એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં સત્તાવાર પોર્ટલ દ્વારા તેમની અરજીઓ સબમિટ કરી શકે છે. બે પ્રયાસોની વધારાની સુગમતા સાથે, ઉમેદવારો શ્રેષ્ઠ સ્કોરને ધ્યાનમાં રાખીને તેમના પ્રદર્શનમાં સુધારો કરી શકે છે.
પ્રવેશ પરીક્ષાઓ ૫ મે અને ૧૧ મે ના રોજ યોજાવાની છે, જેના પરિણામો ૨૨ મે, ૨૦૨૫ ના રોજ જાહેર કરવામાં આવશે.સેટ (સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ) અને એસઆઇટીઇઇઇ (સિમ્બાયોસિસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ) એક કલાકની કમ્પ્યુટર-આધારિત પ્રવેશ પરીક્ષાઓ છે, જે વિવિધ શાખાઓ માટે વિદ્યાર્થીઓની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે બનાવવામાં આવી છે. ઉમેદવારોને દરેક પરીક્ષા માટે બે પ્રયત્નોની મંજૂરી આપવામાં આવે છે, જે ભારતના ૮૦ શહેરોમાં હાથ ધરવામાં આવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
