<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

કાલથી ૩૩મો ગુજરાત રૂદ્રાક્ષ મહોત્‍સવ

જીવન શૈલીને સર્વોત્તમ, શાંત, સમળધ્‍ધ બનાવવાના ઉપાય માટે અચુક મુલાકાત લેવા જેવું અલભ્‍ય રૂદ્રાક્ષ કોમ્‍બીનેશન માળાઓનું પ્રદર્શન : વિવિધ દુર્લભ રૂદ્રાક્ષ માળાઓ ઋષીમુનીઓથી રાજાઓ, નેતાથી ઉદ્યોગપતિઓ સૌને ઝવેરાતથી પણ વધુ આકર્ષે છે : રૂદ્રલાઇફ

રાજકોટઃ વિશ્વપ્રસિદ્ધ સંસ્‍થા રૂદ્રલાઈફ, મુંબઈ દ્વારા અલભ્‍ય રૂદ્રાક્ષનું પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવ્‍યું છે. રૂદ્રલાઈફ સંસ્‍થા દ્વારા વિશ્વભરમાં ૧૧૦૦થી પણ વધારે સફળ રૂદ્રાક્ષનું પ્રચાર અને પ્રસાર પ્રદર્શન થયેલું છે. આ પ્રદર્શનમાં ૧ થી ૧૪ મુખી રૂદ્રાક્ષની સિધ્‍ધમાળા, અનન્‍ય ઈન્‍દ્રમાળા જેન્‍યુઈન કલેકટર ૧ થી ૨૧ મુખી બીડ્‍સ તથા સ્‍ફટીકમાળાનું અદ્ભૂત કલેકશન ઉપલબ્‍ધ રહેશે. તેમ સંસ્‍થાએ જણાવ્‍યું છે.

અત્‍યાર સુધીમાં સૌ પ્રથમ વાર રૂદ્રલાઈફ દ્વારા ગુજરાત રૂદ્રાક્ષ મહોત્‍સવ નિમિત્તે ખાસ આકર્ષક કિંમતો રજુ કરવામાં આવી છે. આખા વર્ષમાં એકજ વાર આપણા શહેરમાં ખાસ કિંમતનો લાભ રૂદ્રલાઈફ દ્વારા અપાશે તેવી પ્રથમ પહેલ હોવાનું જણાવ્‍યું છે.

ભારતભરમાં એકમાત્ર રૂદ્રલાઈફ સંસ્‍થા ISO ૯૦૦૧-૨૦૧૫ લેબ ટેસ્‍ટેડ, સર્ટીફીકેટ સાથે રૂદ્રાક્ષ ઉપલબ્‍ધ કરાવે છે. તેવો દાવો કરાયો છે, હેલ્‍થ પર્સનાલીટી તથા ગ્રોથ માટે તજજ્ઞ શ્રી તનય સીઠાની નિષ્‍ણાત ટીમ દ્વારા રૂદ્રાક્ષ કોમ્‍બીનેશન અંગે માર્ગદર્શન મળશે. આપના જુના રૂદ્રાક્ષની ચકાસણી પણ વિના મૂલ્‍યે કરી આપવામાં આવશે. છે. નિષ્‍ણાંત કારીગરો આપના કોમ્‍બીનેશન મુજબ સ્‍થળ ઉપરજ માળા બનાવી આપે છે. રૂદ્રાક્ષની પૂજા-અભિષેક એક્‍ઝીબેશન સ્‍થળ ઉપરજ કરવામાં આવે છે. તેમ જણાવાયું છે.

સ્‍થળઃ હોટલ સેન્‍ટોસા, ડૉ. યાજ્ઞિક રોડ, રેસકોર્સ પાસે, (મો.૯૩૨૨૭ ૯૧૨૧૮) સમય : સવારે ૧૦ થી રાત્રે ૮ સુધી (રવિવારે ચાલુ)

રૂદ્રલાઈફ દ્વારા રૂદ્રાક્ષ થેરાપીના ઉપચારની પાંચ મેડીકલ પેટર્ન રજીસ્‍ટર્ડ કરાવવામાં આવેલી છે. નાસીક, ત્રંબકેશ્વર ખાતે ભારતનું સર્વ પ્રથમ રૂદ્રાક્ષ મ્‍યુઝીયમ રૂદ્રલાઈફ દ્વારા પ્રસ્‍થાપીત કરવામાં આવી રહ્યુ છે. રૂદ્રાક્ષની સંપૂર્ણ માહિતીના ખજાના સમાન પુસ્‍તક ‘‘પાવર ઓફ રૂદ્રાક્ષ'' અંગ્રેજી અને હીંદી ભાષામાં રૂદ્રલાઈફ દ્વારા રજુ કરાયેલ હોવાનું પણ જણાવાયું છે.

(3:27 PM IST)