<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

રમાબેન માવાણી ‘‘વિશ્વ ગુજરાતી સમાજ''ની મહાસમિતિમાં સભ્‍યપદે ચૂંટાયા

રાજકોટઃતાજેતરમાં વિશ્વ ગુજરાતી સમાજના હોદેદારો અને મહાસમિતિના સદસ્‍યોને ચૂંટી કાઢવા માટે ચૂંટણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.ચંૂટણી અધિકારી તરીકે ડો.પ્રફૂલ્લભાઇ ઠાકર તથા એ.એસ.સૈયદ(એડવોકેટ) ની નિમણૂંક કરવામાં આવેલ હતી. જેમાં પૂર્વ સાંસદ શ્રીમતિ રમાબેન માવાણીને વિશ્વ ગુજરાતી સમાજની મહાસમિતિની ચંૂટણીમાં બીનહરીફ ચંૂટાયેલ જાહેર કરેલ છે. વિશ્વ ગુજરાતી સમાજ, અમદાવાદમાં મધ્‍યસ્‍થ કાર્યાલય ધરાવે છે. વિશ્વભરના ગુજરાતી સમાજ અને સંગઠનો વિશ્વ ગુજરાત સમાજ સાથે સંકળાયેલ છે.વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વિશ્વના ગુજરાતીઓને રાજકીય ,શૈક્ષણિક, સામાજીક અને આર્થિક સમસ્‍યાઓ સંબધે જરૂરી માર્ગદર્શન અને મદદ કરવામાં આવે છે. હાલમાં એન.આર.આઇ. સી.કે.પટેલ વિશ્વ ગુજરાત સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છે.(૩૮.૨)

(3:28 PM IST)