તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE), ઉચ્ચ શિક્ષણ કમિશ્રનરશ્રીની કચેરી ના સહયોગથી, SAMARTH પ્લેટફોર્મના અસરકારક સંચાલન પર આઈ.આઈ.ટી.ઈ. ખાતે એક દિવસીય વર્કશોપ યોજાયો
IITE વાઇસ ચાન્સેલર-પ્રો. આર.સી. પટેલ અને રજીસ્ટ્રાર ડૉ. અનિલ વરસાત હાજર : વદનસિંહ બોડાણા, સંયુક્ત નિયામક, પ્રો. મુકેશ કુમાર મેહલાવત, દિલ્હી યુનિવર્સિટી દર્શનભાઈ મારુ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા માર્ગદર્શન

અમદાવાદ તા.૨૩ : 21 જાન્યુઆરી, 2025 ના રોજ, ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE), ઉચ્ચ શિક્ષણ કમિશ્રનરશ્રીની કચેરી ના સહયોગથી, SAMARTH પ્લેટફોર્મના અસરકારક સંચાલન પર આઈ.આઈ.ટી.ઈ. ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. "સમર્થ ઇ-ગવ સ્યુટ" ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ભવિષ્ય માટે તૈયાર ડિજિટલ કેમ્પસ તરફ પરિવર્તન માટે પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.
સમર્થ પોર્ટલ દ્વારા યુનીવર્સીટી માટે 40+ મોડ્યુલ સાથે એક પ્લેટફોર્મ પર વ્યવસ્થિત રેકોર્ડ રાખવામાં સહાય કરે છે, જેમાં પ્રવેશ વિગતોથી લઈને પરીક્ષા, કર્મચારી રેકોર્ડ, પેરોલ અને વહીવટીય બાબતો સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે. આ મોડ્યુલ્સ યુનિવર્સિટીના નિયમો અને સિસ્ટમ્સને સમજીને ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી રેકોર્ડ અને ડેટાની એકીકૃત સિસ્ટમ પૂરી પાડી શકાય.
આ કાર્યક્રમ સવારે 10:30 થી સાંજના 4:00 વાગ્યા સુધી યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં તજજ્ઞ લોકોએ પ્રેઝન્ટેશન દ્વારા ‘સમર્થ પોર્ટલ’ વિશે વિસ્તૃત છણાવટ સાથે સમજ આપેલ હતી.
IITE વાઇસ ચાન્સેલર-પ્રો. આર.સી. પટેલ અને રજીસ્ટ્રાર ડૉ. અનિલ વરસાત હાજર રહ્યાં હતા. વદનસિંહ બોડાણા, સંયુક્ત નિયામકશ્રી ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા સમર્થ બાબતે પ્રોત્સાહક પ્રવચન આપવામાં આવેલ હતું.
સમર્થ પોર્ટલ સંદર્ભે પ્રો. મુકેશ કુમાર મેહલાવત, દિલ્હી યુનિવર્સિટી દર્શનભાઈ મારુ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
IITEના શૈક્ષણિક તથા વહીવટી સ્ટાફ ઉપરાંત, વર્કશોપમાં રાજ્ય સરકારની વિવિધ યુનિવર્સિટીઓના SAMARTH પોર્ટલના પ્રતિનિધિઓ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો. જેમાં સમગ્ર શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેઓ આ ટેકનોલોજી થકી યુનિ.ને નવા આયામ તથા ડિઝીટાઈઝેશન તરફ લઈ જઈ શકે નિષ્ણાતો અને યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ સદર પોર્ટલ વિષયક વિસ્તૃત ચર્ચા કરી કે કેવી રીતે SAMARTH ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કામગીરીમાં સરળીકરણ, ડિઝીટાઈઝેશન થકી વિદ્યાર્થીલક્ષી સેવાઓ પુરી પાડી શકાય.
વર્કશોપમાં સહભાગીઓને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા અને વધુ કાર્યક્ષમ વહીવટી વાતાવરણને પ્રોત્સાહન મળે તેવી માહિતી આપવામાં આવી. SAMARTH પોર્ટલના પ્રતિનિધિઓની સક્રિય સહભાગીતા, વધુ પારદર્શક અને ટેક્નોલોજી આધારિત શૈક્ષણિક વહીવટના ભાવિ તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
