<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

રાજયમાં કપાસનો ઉંચો ભાવ બાબરામાં 1575 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 51 યાર્ડના ભાવ

ગુજરાતની 53 માર્કેટ યાર્ડમાં કુલ 6,216.12 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 53 માર્કેટ યાર્ડમાં કુલ 6,216.12 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ બાબરા માર્કેટ યાર્ડમા 1575 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1521 રૂ. અને નીચો ભાવ 1310 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય માણાવદરમાં 1545 રૂ., રાજપીપળામાં 1529 રૂ., જસદણમાં 1518 રૂ., હળવદમાં 1516 રૂ., ઉનાવામાં 1511 રૂ., ગોંડલમાં 1466 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,216.12 ટન કપાસની આવક થઇ છે.

(8:27 PM IST)