તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
રાજપીપળામાં ભૂગર્ભ ગટર બન્યા બાદ કોઢ ઉંદરોનો વધતો ત્રાસ
રાત્રે જૂની ગટરો ખોદી ચોરોની જેમ અંદરથી બહાર નીકળી લોકોના ઘરોમાં ઘુસી જતા મોટા મોટા ઉંદરોથી લોકોમાં ભય

(ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપળા શહેરમાં વિકાસમાં કામો થાય છે પરંતુ કેટલીક કામગીરીના કારણે સ્થાનિક લોકોને તકલીફ ઊભી થતી હોય છે જેમાં શહેરમાં ભૂગર્ભ ગટર લાઇન નંખાઈ પરંતુ જૂની ખુલ્લી ગટરો હજુ યથાવત રહેતા કોઢ ઉંદરો અંદરથી માટી, રેતી ખોદીને બહાર નીકળી લોકોના ઘરોમાં ઘુસી જાય છે અને ઘર માં આટલા મોટા ઉંદરો જોઈ લોકોમાં ભય ફેલાઈ છે માટે જૂની ગટરોનું યોગ્ય પુરાણ કરી તેને બંધ કરાવાઈ તો ઉંદરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ મળે તેમ છે.
રાજપીપળા શહેરમાં રખડતા શ્વાનો પણ વધુ હોવાથી ભૂખ્યા શ્વાનો ઉંદ, કબૂતર કે અમુક ફળીયામાં ફરતા મરઘાં ને શિકાર બનાવે છે જેમાં ક્યારેક કોઈ બીમાર ઉંદર આ શ્વાનો ખાઈ જાય તો તે પણ બીમાર પડે છે અથવા મૃત્યુ પામે છે માટે શહેરમાં બિન ઉપયોગી ખુલ્લી ગટરનું પુરાણ થાય તેવી માંગ છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
