તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
રાજપીપળા ડેપોની એસટી બસો શોર્ટકટના ચક્કરમાં મુસાફરો માટે જોખમી
રાજપીપળા કાર માઈકલ પુલનું નવીનીકરણ ચાલતું હોવા છતાં એસટી બસ જોખમી રીતે પસાર કરાઈ છે:તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં.કેટલીક એસટી બસો આ પુલ પરથી લઇ જતા ક્યારેક દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં કોલેજ રોડ પર આવેલા કાર માઈકલ બ્રિજનું હાલમાં નવીનીકરણનું કામ ચાલુ છે છતાં ત્યાંથી એસટી બસો લઈ જવાતા અંદર બેઠેલા મુસાફરો માટે જીવનું જોખમ કહી શકાય
કાર માઈકલ બ્રિજનું નવીનીકરણ કરવામા આવી રહ્યું છે અને આ માટે તંત્ર દ્વારા જાહેરનામું પણ બહાર પાડ્યું છે તેમ છતાં એસટી બસના કેટલાક ચાલકો ઉતાવળ કરતા આ પુલ પરથી જોખમી રીતે મુસાફરો ભરેલી બસો લઈને જતા જોવા મળ્યા હતા. શું તંત્રના જાહેરનામાની પણ દરકાર નહી કરી પોતાની મનમાની કરતા આ ચાલકો પર ડેપો સત્તાધીશો કાર્યવાહી કરશે..? શોર્ટકટના ચક્કરમાં મુસાફરો ભરેલી એસટી બસ આ પુલ પરથી લઇ જતા ક્યારેક કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર કહેવાશે..?
તંત્ર દ્વારા અગાઉ ૧૦ જાન્યુઆરી સુધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યારબાદ હજુ પુલનું કામ ચાલુ હોવાથી તારીખ.૧૭.૪.૨૫ સુધીનું નવું જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે આમ તારીખ લંબાવવામાં આવી હોવા છતાં એસટી વિભાગ જાણે આ બાબતે અજાણ હોય તેમ કામ ચાલતું હોવા છતાં આ પુલ પરથી બસો પસાર કરી શોર્ટકટ અપનાવવાના ચક્કરમાં ક્યારેક મુસાફરો માટે જોખમ ઊભી કરે છે
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
