તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
અમુલે બે પ્રકારનાં દૂધના ભાવ ઘટાડયા
અમુલ ચાય મઝા અને અમુલ ટી સ્પેશ્યલ આજથી સસ્તુઃ ૧-૧ રૂપિયો ઘટાડયો

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. કે જે અમુલ બ્રાન્ડ હેઠળ દૂધનું વેંચાણ કરે છે તેણે બે પ્રકારનો દૂધના ભાવમાં આજથી અમલી બને એ રીતે રૂા. ૧-૧ નો ઘટાડો જાહેર ર્યો છે.
રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી.ના તા. ર૩-૧-રપ ના પરિપત્રમાં જણાવાયું છે કે, રાજકોટ સહકારી ડેરી દ્વારા ઉત્પાદિત ‘અમૂલ બ્રાન્ડ' હેઠળ પાઉચમાં પેક કરવામાં આવેલ. ‘અમુલ ચાય મજા' અને ‘અમુલ ટી સ્પેશ્યલ' ના ભાવમાં ફેરફાર કરવામાં આવેલ છે.
જે ફેરફાર કરવામાં આવેલ છે તે મુજબ અમુલ ચાય મજા ૧ લીટર રૂા. પ૩માં મળશે. જયારે અમુલ ટી સ્પેશ્યલ ૧ લીટર રૂા. ૬૧ માં મળશે અગાઉ ભાવ અનુક્રમે રૂા. પ૪ અને રૂા. ૬ર હતો.
આમ અમૂલે પહેલીવાર ભાવ વધાર્યા પછી ઘટાડો જાહેર કર્યો છે. પરિપત્ર અનુસાર ડિસ્ટ્રીબ્યુર્સ તથા રિટેલર્સ માર્જીન યથાવત રહેશે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
