<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

કોલ્ડ પ્લે કોન્સર્ટ : પ્રેક્ષકોને કાંડા પર પહેરવા ચોખાના ફોતરાં (કુસ્કી ) માંથી બનેલા LED રિસ્ટબેન્ડ અપાશે

સ્ટેડિયમને કચરાથી મુક્ત રાખવા ખાસ સ્વયંસેવક લીલા જેકેટમાં હાજર રહેશે. આ ઉપરાંત કોન્સર્ટમાં પેપર કે થર્મોકલને સ્થાને રિયુઝેબલ કપનો ઉપયોગ કરાશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે. જેમાં કોલ્ડ પ્લેની ટીમે 'ઝીરો વેસ્ટ'ની થીમ અપનાવી છે. સ્ટેડિયમને કચરાથી મુક્ત રાખવા ખાસ સ્વયંસેવક લીલા જેકેટમાં હાજર રહેશે. આ ઉપરાંત કોન્સર્ટમાં પેપર કે થર્મોકલને સ્થાને રિયુઝેબલ કપનો ઉપયોગ કરાશે.

, પ્રેક્ષકોને કાંડા પર પહેરવા અપાનારા LED રિસ્ટબેન્ડ કૂસ્કી (ચોખાના ફૉતરાં)માંથી બનેલા છે. શો પછી રિસ્ટબેન્ડ પાછા આપવાના રહેશે. છેલ્લા 10 દિવસમાં બે હજારથી વધુ ક્રૂ મેમ્બર્સ અને 100થી વધુ કન્ટેઈનર ભરીને કોન્સર્ટનો સામાન આવી ચૂક્યો છે.

આ કારણે એટલી સંખ્યાને મેદાનમાં જ સમાવી લેવા બેરિકેટિંગ કરવામાં આવ્યું છે. બેરિકેટિંગમાં દર્શકો ઊભા-ઊભા કોન્સર્ટની મજા લઈ શકશે. આમ સ્ટેડિયમની સુરક્ષાથી માંડીને દર્શકોને સ્ટેજ પરના વિઝન સુધીની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ કોન્સર્ટમાં કેટલાક નેતા અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ આવે તેવી ચર્ચા છે.

મોદી સ્ટેડિયમમાં દરેક કેટેગરીના પ્રેક્ષકો કોન્સર્ટ માણી શકે તેને ધ્યાનમાં લઈને સ્ટેજ અને LED ડિઝાઈન કરવામાં આવ્યા છે. દિવ્યાંગો માટે સાઈન લેંગ્વેજ એક્સપર્ટની વ્યવસ્થા કરાઈ છે. ધ મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ ટૂરનો હેતુ કાર્બન ઉત્સર્જનમાં 50 ટકાના ઘટાડાનો છે. બેન્ડ તેના શૉને પાવર આપવા કાઈનેટિક ડાન્સ ફ્લોર અને સ્ટેશનરી બાઈકનો ઉપયોગ કરે છે.

આ સિસ્ટમથી જ એનર્જી જનરેટ થશે. કોન્સર્ટના 500થી વધુ ક્રૂ મેમ્બર વેગન ડાયેટને વરેલા છે. ક્રૂમાં 50 ટકા મહિલા છે. કોલ્ડ પ્લેનો દરેક કોન્સર્ટ પર્યાવરણ સરંક્ષણને વરેલો છે. આ શૉથી યુવા પેઢીને મેસેજ આપવામાં આવશે. પર્યાવરણનો થીમ હોવાથી સ્ટેડિયમમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન રાખવામાં આવશે.

(11:40 AM IST)