તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
કાલ સુધી ગુજરાતમાં વેર્સ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીની અસર
મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન ર થી ૩ ડિગ્રીનો ઘટાડો

અમદાવાદ તા. ૨૪: ગુજરાત રાજ્યમાં ઠંડીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સકર્યુલેશન સક્રિય થયું છે અને સકર્યુલેશનથી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અને મોટાભાગના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં ૧૫.૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૩.૫ ડિગ્રી, રાજકોટમાં ૧૧.૨ ડિગ્રી, અમરેલીમાં ૧૫.૨ ડિગ્રી, બરોડામાં ૧૫.૮ ડિગ્રી, ભુજમાં ૧૨.૬ ડિગ્રી, નલીયામાં ૭.૨ ડિગ્રી, પોરબંદરમાં ૧૪.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે થઇને તેજ ગતિએ પવન ફૂંકાય રહ્યો છે. આવતીકાલ સુધી રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. પવન ૧૫ થી ૨૦ કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને લઘુતમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
