<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ર૬ જાન્‍યુઆરીએ ધ્‍વજવંદન માટે મંત્રીઓને જિલ્લા ફાળવાયા

રાજય કક્ષાનો મહોત્‍સવ તાપીમાં :રાજકોટમાં રાઘવજી પટેલ : બોટાદમાં કુંવરજીભાઇ : અમદાવાદમાં ભાનુબેન

(અશ્વીન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા., ર૪ : પ્રજાસતાક પર્વ ર૬ મી જાન્‍યુઆરીએ રાજયકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે તેમજ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં ધ્‍વજવંદન સમારોહ યોજાશે.  ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી સાબરકાંઠા ખાતે તથા રાજય મંત્રી મંડળના સભ્‍યો-કલેકટર વિવિધ જિલ્લા મથકોએ ધ્‍વજ વંદન કરાવશે.

કેબીનેટ મંત્રીઓ : (૧) શ્રી કનુભાઇ દેસાઇ-વલસાડ (ર) શ્રી ઋષિકેશ પટેલ-બનાસકાંઠા (૩) શ્રી રાઘવજીભાઇ પટેલ-રાજકોટ (૪) શ્રી બળવંતસિંહ રાજપુત-મહેસાણા (પ) શ્રી કુંવરજીભાઇ બાવળીયા-બોટાદ (૬) શ્રી મુળુભાઇ બેરા-જામનગર  (૭)ડો.કુબેરભાઇ ડીંડોર-ભાવનગર (૮) શ્રીમતી ભાનુબેન બાબરીયા-અમદાવાદ.

રાજયકક્ષાના મંત્રીઓ : (૯) શ્રી હર્ષ સંઘવી-ગાંધીનગર (૧૦) શ્રી જગદીશ વિશ્વકર્મા-ખેડા (૧૧) શ્રી પરસોતમભાઇ સોલંકી-ગીર સોમનાથ (૧ર) શ્રી બચુભાઇ ખાબડ-દાહોદ (૧૩) શ્રી મુકેશભાઇ પટેલ-નવસારી (૧૪) શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા-સુરત (૧પ) શ્રી ભીખુસિંહજી પરમાર-છોટા ઉદેપુર (૧૬) શ્રી કુંવરજીભાઇ હળપતિ-ભરૂચ.

ઉપરાંત સુરેન્‍દ્રનગર, આણંદ, પોરબંદર, અમરેલી, જુનાગઢ, કચ્‍છ, વડોદરા, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભુમી દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધીત જિલ્લાના કલેકટરના હસ્‍તે ધ્‍વજવંદન સમારોહ યોજાશે.

(12:02 PM IST)