તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
ખંભાતમાં નશાના કાળા કારોબાર પર ATSનો સપાટો :સોખડા GIDC માંથી 100 કરોડના ડ્રગ્સ મટીરીયલ્સ સાથે 6 ની ધરપકડ
ATS એ ખંભાતના નેજામાં દવાની ફેકટરી પર બાતમીના આધારે દરોડા પાડ્યા:ફેકટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ :ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવતા હતા: આ ડ્રગ્સ સાઉથ આફ્રિકા સપ્લાય થવાનું હતું

આણંદના ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો છે. ATS એ ખંભાતના નેજામાં દવાની ફેકટરી પર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ફેકટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું.
ખંભાતમાં આવેલી એક કંપની માંથી અંદાજે 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું રો- મટીરીયલ કબજે કરવામાં આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો તૈયાર થઈ સપ્લાય થાય તે પહેલા ગુજરાત ATS દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું. આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સ સાઉથ આફ્રિકા સપ્લાય થવાનું હતું. જેથી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના 2 ભાગીદારે ફાર્મા કંપની શરૂ કરી હતી. અહીં દવાની આડમાં ફેક્ટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન કરાતું હતું. મળતી વિગતો પ્રમાણે દહેજથી એન્જિનિયર બોલાવીને ડ્રગ્સ બનાવતા હોવાની શંકાઓ છે.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
