News of Friday, 24th January 2025
પંકજ જોશી રાજ્યના નવા ચીફ સેક્રેટરી : જાન્યુઆરીના અંતમાં સંભાળશે પદ
પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂકયા છે : જરૂર પડયે પોતાની જવાબદારીથી તેઓ નક્કર નિર્ણય લેતા પણ અચકાતા નથી : પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે જેઓ એ ભારતીય સનદી સેવા IAS ની ૧૯૮૯ બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા : પંકજ જોશી હાલમાં સી.એમ.ઓમાં કાર્યરત છે

અમદાવાદ, તા.૨૪: ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન કરવામાં આવ્યું છે કે પંકજ જોશી, IAS (RRÑGJÑ1989) કે જેઓ રાજ્યના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ છે. તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, IAS જેઓ ભારતીય વહીવટી સેવામાંથી ૩૧મી જાન્યુઆરી એ નિવળત્ત થઈ રહયા છે.
પંકજ જોશી ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી બન્યા છે. પંકજ જોષી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે. તેઓ ચીફ સેક્રેટરી પદનો ચાર્જ ૩૧મી જાન્યુઆરીએ સંભાળશે. પંકજ જોશી અગાઉ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂકયા છે. હાલના ચીફ સેક્રેટરી (CS) રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવળત થશે. પંકજ જોશી હાલ એડિશનલ ચીફ સેક્રેટરી પદે કાર્યરત છે.
ગુજરાતમાં મંત્રીમંડળના રાજીનામાં બાદ ગેસ કેડર અને અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી હતી. એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીની એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
પંકજ જોશી વર્ષ ૧૯૮૯માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા. ગુજરાતમાં તેમણે લગભગ ૨૦ વર્ષ સુધી જમીન મહેસૂલ, કર્મચારી અને સામાન્ય વહીવટ, શહેરી વિકાસ અને શિક્ષણ વિભાગમાં વિવિધ વિભાગોમાં રાજ્યની સરકારમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે.
એવી ધારણા હતી કે હાલના ચીફ સેક્રેટરી રાજકુમાર રિટાયર્ડ થયા બાદ પંકજ જોશીને જ મુખ્ય સચિવ બનાવવા છે જે હવે સાચી પડી છે. અત્રે નોંધનીય છે કે પંકજ જોશી દિલ્હીમાં ફરજ બજાવતા સિનિયર IAS અધિકારી કે શ્રીનિવાસનના સાઢુભાઈ થાય છે.
પંકજ જોશીની ઇમેજ ખૂબ જ સ્વચ્છ છે. અન્ય IAS અધિકારીઓ પણ તેમને ખૂબ જ માન આપે છે. પંકજ જોશીની કામ કરવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે. પોતાના તાબાના અધિકારીઓને તેઓ પૂરું માર્ગદર્શન પણ આપે છે અને જરૂર પડીએ પોતાની જવાબદારીથી તેઓ નક્કર નિર્ણય લેતા પણ અચકાતા નથી.
ગુજરાતના મુખ્ય સચિવ પદે પંકજ જોશીની નિમણૂક નક્કી થયાની જાહેરાત બાદ તમામ સિનિયર અધિકારીઓ દ્વારા પંકજ જોશીને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ભૂતકાળમાં જોષી સાથે કામ કરનારા અન્ય અધિકારીઓમાં પણ ખુશીનો માહોલ છે.
પંકજ જોષીએ બી.ટેક.ની પદવી મેળવી છે
IAS અધિકારી પંકજ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT, નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં એમ.ફીલ સાથે ઉત્તીર્ણ થયા છે. પંકજ જોશીને ગુજરાત IAS અધિકારીઓમાં સૌથી શિક્ષિત અને ટેક્નોક્રેટ અધિકારી ગણવામાં આવે છે.
.jpg)
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
