<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

પાટડીમાં ગેસ ગળતરથી ર યુવાનોના મોતનો મામલોઃ બંધનું એલાન અપાયું

અમદાવાદ તા. ર૪: પાટડી નગરપાલિકાની બેદરકારીના કારણે ગેસ ગળતરની ઘટનામાં ર યુવકોના મોત બાદ, ચીફ ઓફિસર અને એસઆઇની અટકાયત કરવામાં ન આવતા આજે પાટડી બંધનું એલાન આપવામાં આવ્‍યું છે. પરિવારજનોએ આ મામલે ભારે હોબાળો મચાવ્‍યો હતો.

ઘટનાને ત્રણ દિવસ થયા છતાં પણ ચીફ ઓફિસર મોસમ પટેલ અને એસ.આઇ. હર્ષદની અટકાયત કરવામાં આવી નથી. જેના પગલે સ્‍થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ મૌન રેલી યોજીને પ્રતિક ઉપવાસ પણ કર્યા હતા. ગામમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્‍યો હતો. (૭.ર૯)

(3:41 PM IST)