<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

તાપી જિલ્લા સેવાસદનનું પટાંગણ રંગબેરંગી લાઈટોથી ઝગમગી ઉઠ્યું

સરકિટ હાઉસ, જાહેર માર્ગોને રંગબેરંગી લાઇટિંગ અને આકર્ષક સુશોભન વડે શણગારાયું: રાત્રિના સમયે સરકારી ઇમારતોના દ્રશ્યો નાગરિકોને મંત્રમુગ્ધ કરી રહ્યાં છે

તાપી જિલ્લો ૭૬ માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાના કાર્યક્રમની યજમાની કરી રહ્યું છે. ત્યારે જિલ્લા સેવા સદનનું પટાંગણ હાલ રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યું છે. જિલ્લા સેવા સદનના કેમ્પસ સહિત સરકિટ હાઉસ, જાહેર માર્ગોને રંગબેરંગી લાઇટિંગ અને આકર્ષક સુશોભન વડે શણગારવામાં આવી છે. વ્યારા મથકનો આહલાદક નજારો નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

(6:53 PM IST)