તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
સુરતના ગોડાદરામાં ક્લીનિકમાં ઘૂસી ડૉક્ટર પર એસિડ એટેક કરનાર રત્નકલાકાર ઝડપાયો:પારિવારિક ઝઘડામાં કૃત્ય કર્યું
આરોપી રત્ન કલાકારની બહેન અને પીડિત તબીબની પત્ની સબંધમાં દેરાણી-જેઠાણી:8 વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે : ગંભીર રીતે દાઝેલા તબીબ ICUમાં સારવાર હેઠળ

સુરતના ગોડાદરા વિસ્તારમાં કલીનીક ચલાવતા ડોક્ટર પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ એક આરોપીને ઝડપી પાડ્યો છે. પારિવારિક ઝઘડામાં ડોક્ટર પર એસિડ એટેક કરવામાં આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જયારે ઇજાગ્રસ્ત ડોક્ટર હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ગોડાદરા સ્થિત પ્રિયંકા મેગા સિટી ખાતે આવેલા શ્રી સાંઈ કલીનીકમાં ડો. શ્યામજીભાઈ જાદવભાઈ બલદાણીયા ઉપર ગત સાંજે એસીડ એટેક કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બીજી તરફ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે.
ગોડાદરા પોલીસે પુણાગામ સીતારામ સોસાયટી પાસે રહેતા ધીરુભાઈ મસરીભાઈ કવાડ (49)ને ઝડપી પાડ્યો હતો. આરોપી રત્નકલાકાર તરીકે કામ કરે છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીની પત્ની અને ઈજા પામનાર ડોક્ટરની સગી બહેન જેઠાણી-દેરાણી થાય છે. આ દેરાણી જેઠાણી વચ્ચે છેલ્લા 8 વર્ષથી પારિવારિક કારણોસર ઝઘડો ચાલતો આવ્યો છે. આ ઝઘડો ઈજા પામનાર ડોક્ટર કરાવે છે તેવો આરોપીને શક વહેમ હતો, જે બાબતની અદાવત રાખીને તેણે આ એસિડ ફેક્યું હતું
આ માટે આરોપી નોકરીમાંથી રજા લઈને મહીધરપુરા સ્થિત ડાયમંડને લગતો સામાન વેચતી દુકાને જઈ એસિડ ખરીદ્યું હતુ. જ્યાંથી તે રિક્ષામાં ગોડાદરા સ્થિત ડૉ.શ્યામજી બલદાણીયાના ક્લીનિક પર ગયો હતો અને તેમના પર એસિડ ફેંકીને ભાગી છૂટ્યો હતો. આ હુમલામાં બળતરા થવા લાગતા તબીબે બૂમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તબીબ ICUમાં સારવાર હેઠળ છે અને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
