તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
પ્રયાગરાજમાં મહાકુંભમાં જવા માટે શિક્ષકોને 7 દિવસ રજા આપવા મુખ્યમંત્રીને રજૂઆત
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સીએમને રજૂઆત:શિક્ષકોને ઓન ડ્યુટી 7 દિવસની રજા આપવા માંગ કરાઈ

અમદાવાદ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં જવા માટે શિક્ષકોની 7 દિવસ રજા આપવા મુખ્ય પ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા CM ને રજૂઆત કરાઈ છે. શિક્ષકોને ઓન ડ્યુટી 7 દિવસની રજા આપવા માંગ કરાઈ છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ આવો અવસર 144 વર્ષમાં એક વાર આવે છે ત્યારે કરોડો લોકો ત્યાં જઈને સનાતન ધર્મને મજબૂત કરી રહ્યા છે, ત્યારે શિક્ષકોને પણ તેનો લાભ મળવો જોઈએ.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
