તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસે માંડણ ગામ પાસે ટ્રાફિક જન જાગૃતિ કાર્યક્રમ કરી ચાલકોને સમજ આપી

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય રોડ સલામતી માસ અંતર્ગત જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એસ એસ મિશ્રા અને તેમની પોલીસ ટીમ દ્વારા માંડણ ગામ પાસે વાહન ચાલકોના હેલ્મેટ સહિતનું ચેકીંગ કરી ટ્રાફિક નિયમોના પાલન કરવાની સમજ આપવામાં આવી હતી. અને ટ્રાફિક જાગૃતિના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ટ્રાફિક પીએસઆઈ એસ એસ મિશ્રા વારંવાર જિલ્લામાં ટ્રાફિક જાગૃતિ માટેના અનેક કાર્યક્રમો કરી શાળા, કોલેજના વિદ્યાર્થીઓને પણ સમજ આપી ટ્રાફિક નિયમનું પાલન કરી અકસ્માત અટકાવવા અને પોતાનો કે સામેવાળાનો જીવ બચે તેવા પ્રયાસ કરવા ભાર મૂકી સૌને ગળે ઉતરે તે રીતે માહિતી આપતા રહે છે.
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
