તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
રાજપીપળા જૂની જેલ પાસેના સુલભ શૌચાલયમાં ચાલતી લૂંટ કોણ અટકાવશે
સાફ સફાઈનો અભાવ છતાં બાથરૂમ, લેટ્રીન જતા લોકો પાસે આડેધડ રૂપિયા માંગતા હોવાની બૂમ: સાફ સફાઈ રાખવા એજન્સી લેટ્રિન માટે 5 રૂપિયા લે પરંતુ અહીંયા તો લેટ્રિન જનાર પાસે 10 અને જે મફત સેવા છે એ મૂતરડીનો ઉપયોગ કરનાર પાસે 5 રૂપિયા લેવાઈ છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં કોઈપણ વસ્તુમાં ભાવ નિયંત્રણ કે સુધ્ધતા બાબતે કોઈજ પગલા લેવાતા નથી કેમ કે તંત્ર પોતાની મીટીંગો અને વિકાસના કામોમાં ટકાવારી મેળવવામાં જ જાણે માહિર હોય તેમ ગ્રાહકો લૂંટાઈ કે મિલાવટ યુક્ત ખોરાક ખાઈ તંત્રને કઈ પડી નથી ત્યારે ખાદ્ય પદાર્થોમાં લૂંટ બાદ હવે જિલ્લાના ગરીબ લોકો કે જેઓ આસપાસના ગામડામાંથી ખરીદી કરવા કે અન્ય કોઈ કામ માટે રાજપીપળા આવતા હોય અને રાજપીપળા જૂની જેલ પાસે આવેલા સુલભ શૌચાલયમાં બાથરૂમ, લેટ્રીન જતા હોય તો ત્યાં પણ હવે લૂંટ ચાલતી હોવાની બૂમ ઉઠી છે.
જેલ પાસેના સુલભ શૌચાલયમાં બાથરૂમ, લેટ્રીન જતા લોકો પાસે આડેધડ રૂપિયા પડાવવામાં આવે છે જોકે સફાઈ માટે માત્ર લેટ્રીન જતા લોકો પાસે જે તે એજન્સીના વ્યક્તિઓ 5 રૂપિયા લેતા હોય એ સ્વાભાવિક છે પરંતુ અહીંયા તો લેટ્રીન જવાના રૂપિયા 10 અને બાથરૂમ (પેસાબ) કરવા જતાં લોકો જ્યારે મુતરડીનો ઉપયોગ કરે તો મોટા શહેરોમાં પણ ફ્રી સેવા હોય છે છતાં રાજપીપળાના આ સુલભ શૌચાલયમાં પેસાબ કરવા જતાં લોકો પાસે રૂપિયા 5 વસૂલ કરવામાં આવે છે. અને જો કોઈ ગ્રામ્ય વિસ્તાર ના ગરીબ વ્યક્તિ પાસે રૂપિયા ના હોય તો ત્યાં હાજર કોઈ કર્મચારી રીતસરની ગંદી ગાળો આપી મુતરડીમાંથી બહાર આવેલા મહિલા કે પુરુષને ગમેતેમ બોલી જવા દે છે. અને સ્વચ્છતાની વાત કરીયે તો આ સુલભ શૌચાલય ગંદકી અને અતિશય દુર્ગંધથી ખદબદે છે છતાં એજન્સીને કઈ પડી નથી.
જોકે પાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયાએ જણાવ્યું કે અમારી પાસે પણ આ ફરિયાદ આવી છે અમે એજન્સીના સંચાલકને બોલાવ્યા મળે ત્યારબાદ આ શૌચાલયની સફાઈ અને રૂપિયા પડાવવા મુદ્દે તેને કડક સૂચના આપીશું
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
