<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

નિઘટ ગામની નજીકથી SOGએ રૂ. ૮ લાખથી વધુનો શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડયો

નવેમ્બર મહિનામાં આ પ્રવાહી પકડાયું હતું પરંતુ તપાસ બાદ ખોટું બિલ હોવાનો ભાંડો ફૂટતા સુરતના અતુલ ભંડેરી અને મહારાષ્ટ્રના ફારુક મકરાણી સામે હાલમાં ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નિંઘટ ગામ નજીકથી નર્મદા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ એ નવેમ્બર મહિનામાં શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી પરંતુ તપાસમાં બિલ ખોટું હોવાનું સાબિત થતા હાલમાં ગુનો નોંધાયો
   મળતી વિગતો અનુસાર એ.એસ.આઇ.આનંદકુમાર સુકલભાઇ બ.નં.૬૯૪ એસ.ઓ.જી. નર્મદાનાઓએ આપેલી ફરિયાદ મુજબ શ્રીરામ એન્ટરપ્રાઇસીસ મેઇન બજાર સેલંબા જી.નર્મદાના માલિક અતુલભાઇ ધીરજલાલ ભંડેરીનાઓની સેલંબા તા.સાગબારા ખાતે શ્રી રામ એન્ટરપ્રાઈઝ નામની દુકાન/ઓફીસ/સ્ટોરેજ સેન્ટર ન હોવા છતાં શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો વિનસ એન્ટરપ્રાઇસીસના માલિક ઉપેન્દ્ર બાબુલાલ પટેલનાઓ મારફતે સાયખા તા.વાગરા જી. ભરુચ ખાતેથી બારોબાર ડ્રાઇવર ફારુખભાઇ લિયાકત મકરાણી રહે-ખાપર, દરગાહ ગલી તા.અકકલકુવા જી. નંદુરબાર મારફતે અશોક લેલેન્ડ ટેન્કર નંબર GJ-03-W-7595માં શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો કુલ- ૧૭.૬૬૦ કિલો કિ.રૂ.૮,૨૧,૧૯૦ નો જથ્થો ભરાવી પોતાના અંગત ફાયદા સારૂ સગેવગે કરવાના હેતુથી શ્રીરામ એન્ટરપ્રાઇસીસ મેઇન બજાર સેલંબા નર્મદાના નામનું કોમ્પ્યુટરાઈઝ ખોટુ બીલ ઠગાઇ કરવાના ઇરાદે બનાવી, ખોટા બીલનો ખરા તરીકે ઉપયોગ કરી, હકિકત છુપાવી, એક બીજાની મદદગારી કરી ગુનો કરતા એસ. ઓ .જી.પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે. આ ગુનાની તપાસ એચ.કે.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.નર્મદા નાઓ કરી રહ્યા છે


 

(10:13 PM IST)