<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સભ્યોને મતદાન કરવાના શપથ લેવડાવ્યા

રાજભવન પરિવારના સૌ સભ્યોને મતદાન કરવાના, મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા

ગાંધીનગર :15મા રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સૌ સભ્યોને મતદાન કરવાના, મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા.

રાજભવન પરિસરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના અધિકારીઓ-કર્મચારીઓને લોકતંત્રમાં પૂર્ણ આસ્થાપૂર્વક મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા.સૌએ દેશની લોકતાંત્રિક પરંપરા જાળવીને, સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમાને અક્ષુણ્ણ-અખંડ રાખીને, નિર્ભય થઈને, ધર્મ - વર્ગ - જાતિ - સમુદાય - ભાષા કે અન્ય કોઈ પ્રલોભનથી પ્રભાવિત થયા વિના, બધી જ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લીધા હતા.

(7:03 PM IST)