તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
નાંદોદમાં તંત્રની રહેમ નજર હેઠળ રેતી ખનન ચાલતું હોવાનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ
નર્મદાના નરખડી/ રુંઢ ગામ તરફ ગે.કા રેતી ખનન થાય છે, નિષ્પક્ષ તપાસ કરો: પ્રકાશ વસાવા (પ્રમુખ, નાંદોદ તાલુકા કોંગ્રેસ): સુરત ખાણ ખનીજની ટીમ ની તપાસમાં લાખો રૂપિયાની કટકી ખાઈ મામુલી દંડ કર્યો હોવાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વસાવાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ગેરકાયેદસર ખનન બાબતેની જાણકારી આપતા માફીયાઓમાં ભય ફેલાયો છે.
આવેદનમાં પ્રકાશ વસાવાએ જણાવ્યા મુજબ હું તમને નર્મદા નદીમાં અને વડોદરાના મોલેથા ગામ સામે નર્મદા જિલ્લા નરખડી/ રૂઢ ગામની હદમા તથા નજીકના વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનનની ગંભીર સમસ્યા અંગે જાણ કરવા માગું છું.બાદ જણાવ્યું કે છેલ્લા ઘણા મહિનાથી આ વિસ્તારમાં દરરોજ સવારે અને સાંજે તથા રાત્રે ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે.આ કામગીરીને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે તથા નર્મદા જિલ્લાના રૂઢ ગામના સરકારી બ્લોક બીજાના નામ પર છે પણ જે બ્લોકમાં હરેન્દ્ર રોહિત( ઉર્ફે શેટી) તથા 'કપિલ કોઠિયા' ભાગીદારી છે.જેમાં બધાની મીલીભગતથી ખનન ચાલી રહ્યું છે.ત્યાંનો કિનારો નદીને જોડતો રસ્તો એમનો પ્રાઇવેટ છે તો બહાર કે ગામના કોઈ અસામાજિક તત્વો આવી શકે એમ છે જ નહીં ગેરકાયદેસર ખનન એમના સિવાય કોઈ બીજું કરી શકે એવું શક્ય નથી.
સુરત ટીમની તપાસમાં હરેન્દ્ર રોહિતના ટ્રક વાહન પકડાયેલા છે.એના થોડાક દિવસ પહેલાં પણ એનું વાહન પકડાયેલ હતું આમ વારે ઘડીએ દંડ થતો હોવા છતાં એ સમજવા સુધરવા તૈયાર નથી.તથા કપિલ કોઠિયા નર્મદા જિલ્લાના નરખડી ગામ નર્મદા કિનારે રેતી સ્ટોક કરી ગેરરીતી કરી રહ્યા છે.જે સ્ટોકમાં રેતી નર્મદા નદી રૂઢ ગામ/ વડોદરા મોલેથા ગામની હદ વિસ્તાર માંથી ઉપાડે છે અને રોયલ્ટી ૩૦ કીમી પ૦ કીમીથી દૂર રહેલ બીજા ગામની રોયલ્ટીનો ઉપયોગ કરે છે તથા રૂંઢ ગામના બ્લોક માથી રોયલ્ટી નહીં કાઢીને ગેરકાયદેસર રેતી ઉપાડી, તથા સરકારી જગ્યામાં ખનન કરી રહ્યા છે જેના કારણે ગ્રામ પંચાયતની આવક પણ પ્રભાવિત થઈ રહી છે.અંદાજિત નુકસાન રૂ.૩ કરોડથી ૫ કરોડ સુધીનું છે.જે માપણી કરતા વધી પણ શકે એમ છે આ સંદર્ભમાં, અમે નર્મદા જિલ્લા અને વડોદરા જિલ્લાના ખનીજ વિભાગનો સંપર્ક કર્યો હતો.પરંતુ અમને કોઈ ન્યાય મળ્યો નથી.એવું લાગે છે કે કેટલાક લોકોની મદદથી આ ગેરકાયદેસર કામ ચાલી રહ્યું છે.
તાજેતરમાં, ૮ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સુરતના મુખ્ય ખનીજ અધિકારીના માર્ગદર્શન હેઠળ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી તેમાં લોડીંગ મશીનો ભાગી/ ભગાડી મુકવામાં આવ્યા હતા તેમાં ટ્રક જપ્ત કરવામાં આવી હતી. સ્થળની માપણી કરવામાં આવી હતી.સરકારી ધોરણ મુજબ જરૂરી દંડ વસૂલ કરવા વિનંતી કરવામાં આવે છે.
- આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે હું તમારી પાસેથી નીચેની કાર્યવાહીની અપેક્ષા રાખું... ગેરકાયદેસર ખનન તાત્કાલિક બંધ કરાવવું. દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવી. સરકારને થયેલા નુકસાનની ભરપાઈ કરવા. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવા.આ મામલે તમારૂ ધ્યાન આકર્ષિત કરવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે.આશા છે કે તમે આ સમસ્યાને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરશો તેમ પ્રકાશ વસાવાએ જણાવ્યું છે.
પ્રકાશ વસાવાએ આક્ષેપ કર્યો છે કે અગાઉ સુરત ખાણ ખનીજની ટીમ દ્વારા વડોદરા જિલ્લાના મોલેથા- નરખડી વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી.તેમાં લોડીંગ મશીનો ભગાડી મુકવામાં આવ્યા હતા, માત્ર ટ્રક જપ્ત કરવામાં આવી હતી.સ્થળની માપણી કરવામાં આવી પરંતુ કરોડોના દંડને બદલે મામુલી લાખોનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.જેમાં અમુક અધિકારીઓએ લાખો રૂપિયા કટકી કરી હોવાની ચર્ચા હાલ સંભળાઈ છે.માટે ઉપરથી નીચે બધાની મીલીભગતમાં આ ખનન થતું હોય તેને કોણ અટકાવશે .? શું કોઈ ઈમાનદાર અધિકારી આ વિભાગમાં છે જ નહી..
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
