<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

રાજપીપળા સિટી સિવિક સેન્ટરના કર્મચારીઓને કાયદાકીય અને સરકારી યોજનોની માહિતી અપાઈ

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના વોલેન્ટિયર ભાવનાબેન ધ્રુવ દ્વારા માહિતી આપી પેમ્પલેટનું વિતરણ કરાયું

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં કાર્યરત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલેન્ટિયર ભાવનાબેન ધ્રુવ દ્વારા અનેક સંસ્થાઓમાં કાર્યક્રમો થકી માહિતી આપવામાં આવતી હોય શુક્રવારે રાજપીપળા કોલેજ સામે આવેલી પંચવટી સોસાયટીમાં નગરપાલિકા હસ્તકના સિટી સિવિક સેન્ટરના કર્મચારીઓને માહિતી આપવામાં આવી

  રાજપીપળા પંચવટી સોસાયટીમાં ચાલતા સિટી સિવિક સેન્ટર માં હાજર કર્મચારીઓને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલેન્ટિયર ભાવનાબેન ધ્રુવ દ્વારા કાયદાકીય માહિતી અને સરકારી યોજનાકીય માહિતી આપતા જણાવ્યું કે લગ્નજીવન અંગેની તકરારો માટે કાયમી પ્રિ-લિટીગેશન કૌટુંબિક લોક અદાલત અમારી કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલતમાં લગ્નજીવનમાં પડકારોનો સામનો કરતા પીડિતો ના અમારી કાયમી પ્રિ-લિટીગેશન કૌટુંબિક લોક અદાલત તેને ઉકેલવા માટે, શાંતિપૂર્ણ અને સમક્ષ પ્રયત્ન કરવા પર ભાર મુકાયો હતો
અને સમગ્ર પક્રિયા તદન મફત રહેશે તેમાં જણાવ્યું હતું
સાથે સાથે લગ્નજીવનની તકરાર માટે સરળ અને ઝડપી ઉકેલ, તકરારોનું કાયમી, અસરકારક અને સર્વમાન્ય સમાધાન, નાણાં તથા સમયનો બચાવ, કોર્ટના ચકકર માં રાહત સહિત ના મુદ્દાઓ બાબતે ભાવનાબેન દ્વારા માહિતી અપાવામાં આવી. તેમજ આ સમસ્યાઓના ઉકેલ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રૂમ નં. ૩૧૮, ત્રીજો માળ, જિલ્લા ન્યાયાલય સંકુલ, જી. નર્મદા, રાજપીપલા નો લાભ લેવા જણાવ્યું હતું.

(11:49 PM IST)