News of Saturday, 25th January 2025
નર્મદા જિલ્લામાં આવેલી અજાણી યુવતીને મદદરૂપ બનતી 181 અભયમ રાજપીપળા ટીમ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામમાંથી ત્રાહિત વ્યક્તિએ 181 અભયમ હેલ્પલાઈનમાં કૉલ કરી જણાવેલ કે એક અજાણી યુવતી અમારા ગામમાં આવી ગઈ છે અને રડે છે, એને મદદની જરૂર છે. ત્યારબાદ 181 અભયમ રાજપીપલાની ટીમ તાત્કાલીક સ્થળે જઈ ત્રાહિત વ્યક્તિને મળી પૂછપરછ કરી અને યુવતીનું કાઉન્સિલગ કર્યુ હતું
મળતી માહિતી અનુસાર આ અજાણી યુવતી બાબતે જાણવા મળ્યું કે તેઓ છોટાઉદેપુર જિલ્લાના એક ગામના રહેવાસી છે તેમજ વડોદરામાં રૂમ ભાડે રાખી રહે છે અને ત્યાંજ એક કંપનીમાં જોબ કરે છે તેઓ જણાવે છે કે તેમના પિતાએ ફોન કરી જણાવ્યુ કે તારી સગાઈ નક્કી કરવાની છે, આવતી કાલે છોકરાવાળા આવવાનાં છે એટલે હું રજા લઈ ઘરે આવવા નીકળી. મારે પડોશીનાં ઘરે અવર જવર કરતા એક ભાઈ કે જેમનું હું ફક્ત નામ જ જાણતી હતી એણે મને કહ્યુ કે હુ છોટાઉદેપુર જવાનો છું તો તને તારા ઘરે ઉતારી દઇશ તેમ જણાવતા હું એમના પર ભરોસો કરી ગાડી પર બેસી આવી અને મને અજુગતું લાગ્યું. મને તે બીજા ગામ લઇ જાય એમ લાગ્યુ. અને એ મને અજાણ્યા એક નર્મદા જિલ્લાનાં એક ગામના નદી કિનારે લઇ ગયો મને ભૂખ લાગી તેમ મે જણાવ્યુ આ ભાઈએ એમનાં એ ગામમાં સબંધી તરીકે રહેતા ભાણિયાને ઘરે લઈ જતા એ બોલ્યાં મને ત્યારે ખબર પડી કે જેમની જૉડે હું બેસી આવી તે નશો કરેલી હાલત માં લાગતા હું ગામના ભાગોળે લોકો ભેગા હતા ત્યાં હું ગાડી પર થી કૂદી પડી અને મને રડતાં જોઇ આ લોકોએ મદદ કરી તેમજ પૂછપરછ કરી 181 અભયમ ટીમને કોલ કર્યો.181 ટીમે જેમના જૉડે બેસી આવી તે સબંધી લાગતા એ ભાણિયાને ગામમાંથી બોલાવી પૂછપરછ કરી તેમજ યુવતીનું કાઉન્સીલગ કરી સમસ્યા જાણી એમનાં માતા પિતાનો કોન્ટેક્ટ કરી અને ત્યારબાદ યુવતી ને કોઈ અજાણ્યા વ્યકિત પર વિશ્વાસ રાખી અજુગતું પગલું ન ભરવા સલાહ અને માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ પરીવાર સુધી સુરક્ષિત રીતે પહોંચાડી શકાય તે માટે અમે છોટાઉદેપુરની 181 ટીમને રેસ્ક્યુ વાન સાથે મદદે બોલાવી આગળ ની કાયૅવાહી હાથ ધરી સાથે 181 અભયમ નર્મદા ટીમે યુવતીને છોટાઉદેપુરની 181 વાનની ટીમને હેંડઓવર કરેલ છે. અને તેઓએ યુવતીને પરિવાર સુધી પહોચાડેલ
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
