<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

કોલ્ડપ્લેની 40 ટિકિટ સાથે ત્રણ યુવકો ઝડપાયા ?

 અમદાવાદમાં કોલ્ડપ્લે મ્યુઝીક કોન્સર્ટને લઇને સૌથી વધારે ટિકિટનું કાળા બજાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસ કમિશનરે ટિકિટની કાળાબજારી કરતા તત્વો સામે આકરી કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી. જે અનુસંધાનમાં અનેક ગુના નોંધવામાં આવ્યા હતા. પરંતુ, શુક્રવારે (24મી જાન્યુઆરી) સાંજના સમયે એસ જી હાઇવે પર આવેલી એક હોટલમાં ત્રણ યુવકો કોલ્ડપ્લેની 40 ટિકિટો સાથે ઝડપાયા હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર ઘટના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં બની હતી.

 

(11:48 AM IST)