તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા AI આધારિત સિસ્ટમ લાગુ થશેઃ એક બીજા સાથે ટ્રાફિક સીગ્નલો જોડાશે
18 મીટરથી મોટા રોડ પર 400 ટ્રાફિક સિગ્નલ AIથી જોડાશેઃ મેડીકલ ઇમરજન્સીમાં ગ્રીન કોરીડોર બનાવવા રહેશે સરળતા

અમદાવાદઃ શહેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આધારિત એડપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (ATCS) સિસ્ટમ લાગુ કરાશે. નવી સિસ્ટમથી અમદાવાદના તમામ ટ્રાફિક સિગ્નલો એકબીજા સાથે જોડાશે. કોઇ સિગ્નલ પર એક તરફના રોડ પરથી વધારે વાહન આવતા હશે તો તેના આગળના ટ્રાફિક સિગ્નલ પર પણ તે બાજુના રોડ વધારે સમય સુધી ચાલુ રહેશે. જેથી લોકોનો સમય બચશે અને 1 લાંબા ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળશે. 18 મીટરથી મોટા રોડ પરના 400 ટ્રાફિક સિગ્નલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી જોડાશે.
મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં ગ્રીન કોરિડોર બનાવવા માટે સરળતા રહેશે. હાલમાં કોઇ ટ્રાફિકસ સિગ્નલનો કોઇ સેન્ટ્રાલાઇઝ કંટ્રોલરૂમ નથી. જેથી ગ્રીન કોરિડોર બનાવવા માટે ટ્રાફિક પોલીસની મદદ લેવી પડે છે. નવી સિસ્ટમ લાગુ થયા બાદ નક્કી કરેલા રૂટને કંટ્રોલ રૂમમાંથી ગ્રીન કોરીડોર બનાવાશે.
આ ઉપરાંત કોઇ રોડ પર એક્સિડન્ટને કારણે રોડ બંધ થયો હશે તો ઓટોમેટિક તે જગ્યાના આગળ- પાછળના સિગ્નલ ટ્રાફિક ડાઈવર્ટ કરી દેશે. જેથી ચોક્કસ રસ્તા પર ટ્રાફિક જામ થશે નહીં. એકંદરે નવી સિસ્ટમ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવામાં મદદરૂપ બનશે.
આ રીતે સિસ્ટમ કામ કરશે
- કોઈ એક સર્કલથી વધારે સંખ્યામાં વાહનો આવશે તો તે સર્કલ કંટ્રોલ રૂમને માહિતી આપશે અને 1 ટ્રાફિકની માહિતી આપશે. કંટ્રોલરૂમની સિસ્ટમ તે ડેટાનું એનાલિસિસ કરશે.
- કંટ્રોલ રૂમના ડેટાને આધારે સિસ્ટમ એનાલિસિસ કરી આગળના સર્કલને માહિતી આપશે કે ક્યા રોડ પરથી ટ્રાફિકનો ફ્લો વધી રહ્યો છે.
- બે ટ્રાફિક સિગ્નલના ડેટા તમામ સિગ્નલને લાગુ પડશે. જેથી જે તરફ ટ્રાફિક ફ્લો વધશે તે તરફના સિગ્નલ પોતાનો સમય રિયલ ટાઇમ નક્કી કરીને કામગીરી થશે. આ માટે ગુગલ મેપ જેવી એપ્લિકેશનનું પણ એનાલિસિસ થશે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
