<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

બહેન સાથે પ્રેમ હોવાથી ઠપકો આપતા હત્યા: મહેસાણાના મોઢેરા નજીક નર્મદા કેનાલમાં ફેંકી દેવાયેલ હત્યા કેસનો ભેદ ઉકેલાયો

ઠાકોર ભરતજી નામના યુવકની હત્યા કરી મૃતદેહ ફેંકી દેવાયો હતો. હત્યા કરનાર ઠાકોર સંજયજીની એલસીબી એ કરી ધરપકડ.

મહેસાણાના મોઢેરા નજીક નર્મદા કેનાલમાં ફેંકી દેવાયેલ હત્યા કેસ પોલીસ દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો છે. મહેસાણાના મોઢેરા નજીક નર્મદા કેનાલમાં ઠાકોર ભરતજી નામના યુવકની હત્યા કરી મૃતદેહ ફેંકી દેવાયો હતો. હત્યા કરનાર ઠાકોર સંજયજીની એલસીબીએ ધરપકડ કરી છે 

  . ઠાકોર સંજયજી અને મૃતક ભરતજી ઠાકોર પડોશમાં રહેતા હતા. સંજયની બહેન સાથે ભરતજીને પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. પ્રેમ સંબંધ તોડી નાખવા ઠપકો આપ્યો હતો. સંજયજીએ ભરતજીને બહાર જવાનું કહી બાઇક પર લઈ ગયો હતો. 

રસ્તામાં સિગારેટ પીવાના બહાને ઊભા રહી છરીથી ભરતજી ની હત્યા કરી હતી. ભરતજીનો મૃતદેહ બાઇક પર જ લઈ જઈ કેનાલમાં નાખી દીધો હતો. સમગ્ર ઘટનાના આરોપી ઠાકોર સંજયજી ની પોલીસે ધરપકડ કરી

(6:03 PM IST)