<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

અમદાવાદથી કુંભ મેળામાં જનાર એસટીની વોલ્વો બસ એક મહિના સુધી હાઉસફુલ

ગણતરીની કલાકોમાં સળંગ 30 દિવસનું બુકિંગ એસટીને મળ્યું : મુખ્યમંત્રી સોમવારે બસોને લીલીઝંડી આપે એ પહેલા જ એસટીને 1.14 કરોડનો વકરો

અમદાવાદથી કુંભ મેળામાં જનાર ST ની વોલ્વો બસ હાઉસફુલ થવા પામી છે. ઓનલાઇન બુકિંગ શરૂ થતા જ ગણતરીના કલાકોમાં ફૂલ થઈ જવા પામી છે. ગણતરીની કલાકોમાં સળંગ 30 દિવસનું બુકિંગ ST ને મળ્યું છે. અમદાવાદથી પ્રયાગરાજ જતી ટ્રેનોમાં રિઝર્વેશન ના મળતા,  GSRTCની વોલ્વો બસો કુંભમેળામાં દોડાવવા રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સોમવારે બસોને લીલીઝંડી આપે એ પૂર્વે જે ST ને 1.14 કરોડનો વકરો થવા પામ્યો છે. આવતીકાલ 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી પ્રયાગરાજ જનાર બસને લીલીઝંડી આપવાના છે

(6:23 PM IST)