તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
મહીસાગર નદીમાં નાવડી પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત
ત્રણેય લોકો નદીમાં માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની : ગોઝારી ઘટના બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો :વાસદ આરોગ્ય કેન્દ્ર પર તમામ લોકોના મૃતદેહ લવાયા

આણંદ: મહીસાગર નદીમાં નાવડી પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત થયું છે. ત્રણેય લોકો નદીમાં માછીમારી કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. નાવ ડૂબતા ભત્રીજા અને પુત્રને બચાવવા જતા પિતાનું મોત નીપજ્યું હતું
આ ગોઝારી ઘટના બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હાલ વાસદ આરોગ્ય કેન્દ્ર પર તમામ લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
