તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારના નવા ગઝલ આલ્બમનું મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રીના હસ્તે વિમોચન

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળાના રતન અને પનોતા પુત્ર એવા સંગીતકાર અને ગાયક શિવરામ પરમારના નવા ગઝલ આલ્બમનું (કેબિનેટ મંત્રી મહારાષ્ટ્ર) એડવોકેટ આશિષ સેલાર (ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એન્ડ કલ્ચરલ અફેર) દ્વારા મુંબઈની તાજ હોટલમાં વિમોચન કરવામાં આવ્યું હતું.
પદ્મશ્રી મુમતાઝ મિર્ઝા લિખિત ગઝલોના આ આલ્બમમા પદ્મશ્રી ડૉ સોમા ઘોષે અવાજ આપ્યો છે.
ગઝલના વિષય પર વાત કરતા શિવરામ કહે છે કે છેલ્લા ઘણા સમયથી બોલીવુડ અને પાશ્ચાત્ય સંગીત લોકો પર એટલી હદે હાવી થઈ ગયુ છે કે સંગીતની બીજી બધી શૈલીઓ પરથી લોકોનું ધ્યાન હટી ગયું છે.
એક સમય હતો કે જ્યારે ભારતીય સંગીત દુનિયા ભરમાં છવાયેલું હતું. પરંતુ હવે પશ્ચિમ તો ઠીક પણ ભારતમા પણ શાસ્ત્રીય સંગીત અને ગઝલ જેવી શૈલીઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી જોવા મળી રહી છે.
આવા સમયમા ગઝલનું આખું આલ્બમ રિલીઝ કરવું એક જોખમ છે પરંતુ એ માટે આ આલ્બમ મા ગઝલો ને થોડીક અલગ રીતે શણગારવામાં આવી છે.આ ગઝલોમા આધુનિક સાઉન્ડ સાથે સીમફનીનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે, જોકે કમ્પોઝિસન રાગ આધારિત જ કરવામાં આવ્યા છે.શિવરામ પરમારે જણાવ્યું હતું કે તેઓને જ્યાં જ્યાં મોકો મળે ત્યાં ભારતીય સંગીતનો ઉપયોગ અચૂક કરે છે.બાકી, લોકોને આવી ગઝલો ગમશે કે કેમ એ તો આવનાર સમય જ બતાવશે પણ દરેક વ્યક્તિએ દરેક ક્ષેત્રમાં નવા નવા પ્રયોગો કરતા રહેવું જોઈએ.
આ પ્રસંગે નિર્માતા નિર્દેશક ધીરજ કુમારે પણ હાજર રહીને સૌને શુભેચ્છા પાઠવી હતી
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
