<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

શુક્રથી સોમ ફરી ઠંડીનો ચમકારોઃ અશોકભાઇ પટેલ

તા.૩૧ જાન્‍યુઆરીથી ૩ ફેબ્રુઆરી હાલના પ્રવર્તતા તાપમાન કરતા ચારેક ડીગ્રીનો ઘટાડો થશેઃ બુધ થી શુક્ર કચ્‍છ અને પヘમિ સૌરાષ્‍ટ્રમાં ઝાંકળની શકયતાઃ હાલ નોર્મલ ન્‍યુનતમ તાપમાન ૧ર થી ૧૩ ડીગ્રી ગણાય

 

રાજકોટઃ વેધરએનાલીસ્‍ટશ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે કે આગામી શુક્રવારથી સોમવાર સુધી ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે આ દિવસોમાં ન્‍યુનતમ તાપમાન ૯ થી ૧૩ ડીગ્રી વચ્‍ચે રહેશે.

તેઓએ જણાવેલ કે હાલમાં ન્‍યુનતમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઉંચુ જ રહે છે. જેમ કે અમદાવાદ ૧૪.૩ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ) અમરેલી ૧પ.૭ (નોર્મલથી ૩ ડીગ્રી ઉંચુ), રાજકોટ ૧ર.૭ (નોર્મલ), ડીસા ૧ર.૪  (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ), ભુજ ૧૬ (નોર્મલથી ૪ ડીગ્રી ઉંચુ નોંધાયેલ. 

વેધરએનાલીસ્‍ટશ્રી અશોકભાઇ પટેલે તા. ર૭ જાન્‍યુઆરીથી ૩ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે આગાહી સમયમાં પવન મુખ્‍યવે વધુ દિવસો ઉત્તર પヘમિ અને પヘમિ દિશામાંથી ફૂંકાશે. આગાહી સમયના છેલ્લા દિવસોમાં પવન ઉત્તર પૂર્વ દિશ માંથી ફૂંકાશે. તા.ર ૭, ર૮ ના પવનની ગતિ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેશે. તા. ર૯ જાન્‍યુ. થી ૧ ફેબ્રુઆરી સુધી પવનની ઝડપ ૧ર થી રપ કિ.મી. ની રહેશે તા. ર અને ૩ ફેબ્રુઆરીના પવનની ગતિ ૧૦ થી ર૦ કિ.મી. ની રહેશે. આકાશમાં છુટાછવાયા વાદળો વધુ દિવસો જોવા મળશે.

ઝાકળની સ્‍થિતિઃ તા. ર૯ થી ૩૧ જાન્‍યુઆરીના કચ્‍છ અને પヘમિ સૌરાષ્‍ટ્રમાં ઝાકળની શકયતા છે.

ન્‍યુનતમ તાપમાનનો અંદાજઃ હાલની સ્‍થિતિએ ગુજરાતના મોટાભાગના વિસ્‍તારોમાં નોર્મલ ન્‍યુનતમ તાપમાન ૧ર થી ૧૩ ડીગ્રી ગણાય

તા.ર૮ થી ૩૦ જાન્‍યુઆરી ન્‍યુનતમ તાપમાન નોર્મલ નજીક કે નોર્મલથી વધુ રહેવાની સંભાવના. રેન્‍જ હશે ૧૩ થી ૧૭ ડીગ્રી. તા.૩૧ થી ૩ ફેબ્રુઆરી ન્‍યુનતમ તાપમાન નીચુ જવાની શકયતા. ખાસ કરીને તા.૧, ર ફેબ્રુઆરીના ઠંડીનો માહોલ જોવા મળે. ન્‍યુનતમ તાપમાનથી રેન્‍જ ૯ થી ૧૩ ડીગ્રી વચ્‍ચે રહેશે.

(11:39 AM IST)