<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

ખ્યાતીકાંડ આરોપી કાર્તિક પટેલ જેલહવાલે :ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યો

ક્રાઇમ બ્રાન્ચે વધુ રિમાન્ડ નહીં માંગતા આરોપી કાર્તિક પટેલને જેલ હવાલે કરાયો

અમદાવાદના એસ.જી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા આચરવામાં આવેલા કાંડની ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની થોડા દિવસ ધરપકડ કરવામાં આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રિમાન્ડ મેળવી પૂછપરછ હાથધરી હતી દરમિયાન રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો, કોર્ટમાં ક્રાઇમ બ્રાંચે વધુ રિમાન્ડની માંગણી કરી નહોતી, જેથી આરોપી કાર્તિક પટેલને જેલ હવાલે કરાયો છે

(1:22 PM IST)