<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

ઇમ્‍પેકટ ફીની ચોથા ભાગની અરજી (૪૦પ૭) મંજુર, ૧૪૬૧ નામંજુર : ૬૭પર લટકતી

સરકારે વારંવાર મુદત લંબાવી પણ મહાનગરપાલિકાના તંત્રની ગતિ ‘કાચબા છાપ' પદાધિકારીઓ પ્રસિધ્‍ધીમાં વ્‍યસ્‍ત, અરજદારો ત્રસ્‍ત :સૌથી વધુ પ્‍લાન વોર્ડ નં. ૮-૧૧ ના પોશ એરીયામાંથી મૂકાયાઃ વોર્ડ નં. ૧,ર,૩,૭,૧ર, ૧૮માં પણ ૧ હજારથી વધુ અરજી

રાજકોટ તા. ર૮ :.. રાજય સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામો રેગ્‍યુલર કરવા જાહેર કરવામાં આવેલી ઇમ્‍પેકટ ફી યોજનાની મુદતમાં અગાઉની સ્‍કીમ જેટલો પ્રતિસાદ આ વખતે મળ્‍યો નથી. રાજકોટ સહિત રાજયના મોટા ભાગના શહેરોમાં આ વખતે ઇમ્‍પેકટ કાયદાના કડક નિયમોના કારણે અરજીઓ ઓછી થઇ છે અને આજ સુધીમાં રાજકોટમાં કુલ આંકડો ૧ર હજાર સુધી પહોંચ્‍યો છે. આ પૈકી મનપાએ અત્‍યાર સધુીમાં ૪.પ૭ અરજી મંજૂર કરી છે. તો સાડા છ હજારથી વધુ અરજીઓ હજુ ચકાસણીમાં રહેલી છે.

આમ સરકારે વારંવાર મુદત લંબાવી પણ મનપા તંત્રમાં અરજી નિકાલની કમીટીની કાચબાગતિ જોવા મળી રહી છે. પદાધિકારીઓ પ્રસિધ્‍ધમાં વ્‍યસ્‍ત છે.શહેરના ૧૮ વોર્ડમાંથી જુદા જુદા અનઅધિકૃત બાંધકામો રેગ્‍યુલર કરવા માટે અરજીઓ મૂકી છે. તેમાં સૌથી વધુ અરજી પોશ એરીયા વોર્ડ નં. ૮ માં હતી. અને મવડીના વોર્ડ નં. ૧૧ માં પણ થઇ છે. એ બાદ વોર્ડ નં. ૧ થી ૩, ૭, ૧ર, ૧૮ માં ૧પ૦૦ થી ઉપર અને વોર્ડ નં. ૧૦ ના પોશ એરીયામાં પણ ૧ હજાર જેટલી અરજી આવી છે.

મહાપાલિકાના ટાઉન પ્‍લાનીંગ વિભાગમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઇમ્‍પેકટ ફી અંતર્ગત કોર્પો.માં ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારે મિલ્‍કત ધારક અરજી મુકી શકે છે. આ વખતે પાર્કિંગ સહિતના નિયોમાં કોઇ છૂટછાટ સરકારે આપી ન હતી. આવા ઘણા નિયમના કારણે વાસ્‍તવમાં જેટલા બાંધકામો છે તેના પ્રમાણમાં ખુબ ઓછી અરજીઓ આવ્‍યાનો અંદાજ છે. અને ઓફ લાઇનમાં અરજી નામંજૂર થઇ છે. ઓનલાઇન આવેલી અને ઓફલાઇન આવેલી અરજીની ચકાસણી થઇ છે. પરંતુ મંજૂરીની પ્રક્રિયામાં છે.

અન્‍ય વધુ અરજીવાળા વોર્ડમાં ગાંધીગ્રામને લાગુ વોર્ડ નં. ૧ માં ૯૦૦ એરપોર્ટ રોડ સહિતના વોર્ડ નં. ર માં ૬૬૭, રેલનગર, જંકશન સહિત વોર્ડ નં. ૩ માં પ૬૧ જુના રાજકોટના વેપારી વિસ્‍તાર વોર્ડ નં. ૭ માં ૪૦૦, ૧પ૦ ફુટ રોડ લાગુ સાધુ વાસવાણી રોડ, સહિતના વોર્ડ નં. ૯ માં ૭૭૯ અરજીઓ દાખલ થઇ છે.

વાવડી સહિતના વોર્ડ નં. ૧ર માં ૭૩૬, કોઠારીયા વોર્ડ નં. ૧૮ માં પ૧૦ અરજી આવી છે. ગોંડલ રોડ પરના વોર્ડ નં. ૧૩ માં ૪૩૩, કેનાલ રોડ, ગુંદાવાડી, સોરઠીયાવાડી સહિતના વોર્ડ નં. ૧૪ માં ૩૩૯ અરજી આવી છે. મુદતમાં અરજી આવી જાય એટલે તે બાદ તે અરજી મંજૂરીને પાત્ર બને છે. થોડા સમયમાં ટીપી શાખા ઇન્‍વર્ડ અરજી નિકાલ કરવાની સત્તા  ધરાવે છે.

મ્‍યુનિ. કોર્પોરેશનને ઇમ્‍પેકટ ફી કાયદા હેઠળ અંદાજીત કુલ રૂા. ૭,૯ર,પ૩,૯૮૧ આવક થવા પામી છે.

મ્‍યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ આ યોજનાની કામ મીટીંગમાં થોડો રસ લે તો હજુ પણ વધુ અરજીઓ નો નિકાલ  ન થાય અને અરજદારોની પરેશાનીનો અંત આવે. એવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. (૯.ર૩)

અત્‍યાર સુધીમાં કુલ કેટલી અરજી આવી ? કેટલી મંજુર/ નામંજુર ?

ટાઉન પ્‍લાનિંગ શાખામાં ગૂંડા. ર૦રર હેઠળ બાંધકામ નિયમિત કરવા અર્થે કુલ ૧ર,ર૭૦ અરજીઓ આવેલ છે. જે પૈકી ૪,૦પ૭ અરજીઓ મંજુર તથા ૧,૪૬૧ અરજીઓ નામંજુર કરવામાં આવેલ છે અને ૬,૭પર અરજીઓ હાલ પેન્‍ડીંગ છે. ઇમ્‍પેકટ ફી કાયદા હેઠળ કુલ રૂા. ૭,૯ર,પ૩,૯૮૧ ઇમ્‍પેકટ ફી તરીકે વસુલ લેવામાં આવેલ છે.

(3:18 PM IST)