News of Tuesday, 28th January 2025
વિરમગામમાં શિક્ષકની ચકચારી હત્યા દિકરા- દિકરીની સગાઈ બાદ વેવાણ વેવાઈને પ્રેમ થઈ જતા થઈ હોવાનું ખુલ્યું: ભાગીદાર અને સંબંધી સાથે મળી પતિએ કરી હત્યા
7-8 મહિનાથી નરેશ ચાવડા વેવાણ હર્ષાબેન સાથે મૈત્રીકરારમાં વિરમગામમાં ભાડે રહેતા જે બાબતને લઈને હર્ષાબેનનાં પતિ કલાભાઈ ગોહિલે તેનાં પેટ્રોલપંપનાં ભાગીદાર અજીત ગોહિલ તેમજ સંબંધી જેસંગભાઈ કટારિયા સાથે મળીને લાકડી અને પાઈપથી નરેશ ચાવડા પર હુમલો કર્યો'તો

અમદાવાદ તા.૨૮ : મૃતક નરેશ ચાવડા કે.બી શાહ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓની દિકરીની સગાઈ શંખેશ્વરના હર્ષાબેનના દિકરા સાથે દોઢ વર્ષ પહેલા થઈ હતી. જે દરમિયાન નરેશ ચાવડાને દિકરીના થનારી સાસુ એટલે કે વેવાણ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, જેનાં કારણે દિકરીની સગાઈ પણ તુટી ગઈ હતી અને છેલ્લાં 7-8 મહિનાથી નરેશ ચાવડા વેવાણ હર્ષાબેન સાથે મૈત્રીકરારમાં વિરમગામમાં ભાડે રહેતા હતા.
અમદાવાદ ગ્રામ્યનાં વિરમગામમાં શિક્ષકની ચકચારી હત્યાની ઘટના સામે આવી હતી. જાહેર રોડ પર નરેશ ચાવડા નામનાં શિક્ષકને રોકીને 3 શખ્સોએ લાકડી અને પાઈપથી માર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. આ મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમપ્રકરણમાં આ હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. મૃતક નરેશ ચાવડા કે.બી શાહ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓની દિકરીની સગાઈ શંખેશ્વરના હર્ષાબેનના દિકરા સાથે દોઢ વર્ષ પહેલા થઈ હતી. જે દરમિયાન નરેશ ચાવડાને દિકરીના થનારી સાસુ એટલે કે વેવાણ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, જેનાં કારણે દિકરીની સગાઈ પણ તુટી ગઈ હતી અને છેલ્લાં 7-8 મહિનાથી નરેશ ચાવડા વેવાણ હર્ષાબેન સાથે મૈત્રીકરારમાં વિરમગામમાં ભાડે રહેતા હતા.
જે બાબતને લઈને હર્ષાબેનનાં પતિ કલાભાઈ ગોહિલે તેનાં પેટ્રોલપંપનાં ભાગીદાર અજીત ગોહિલ તેમજ સંબંધી જેસંગભાઈ કટારિયા સાથે મળીને લાકડી અને પાઈપથી નરેશ ચાવડા પર હુમલો કર્યો હતો. જેમાં ઈજાઓ થતા નરેશ ચાવડાને સારવાર માટે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ખસેડાતા તેઓનું મોત થયુ હતુ. આ મામલે ગુનો દાખલ થયા બાદ ગ્રામ્ય એલસીબી તેમજ સ્થાનિક પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
